આણંદ જિલ્લાના અજરપુરા ગામે વિનય મંદિર હાઇસ્કુલ શાળામાં બાયોસ્ટેડટ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી “શિક્ષણમાં સહારો કર્તવ્ય અમારું”ના લક્ષ્ય સાથે કંપનીના સ્થાપના દિવસ તથા 37 વર્ષની ઉજવણી નિમિત્તે વિનય મંદિર હાઇસ્કુલ શાળા,અજરપુરામાં ગરીબ, નિરાધાર તથા જરૂરિયાતવાળા ધોરણ 10 માં ભણતા 10 વિદ્યાર્થીઓને “બાયોસ્ટેડટ પ્રગતિ સ્કોલરશીપ” પ્રોગ્રામ અંતર્ગત ₹ 2500 લેખે કુલ ₹ 25,000 લેખે સ્કોલરશીપ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કંપનીના મુખ્ય ઓફિસના અધિકારીઓ પલ્લવી પંચાલ, પ્રીતિ મોરાજકર,ગુજરાત રાજયના રીજીઓનાલ મેનેજર મંદાર કુલકર્ણી, મધ્ય ગુજરાતના ટેરીટરી મેનેજર ભાવિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.