Home Trending Special આજે જન્માષ્ટમી !!! …. “નંદ ઘેર આનંદ ભયો…જય કનૈયા લાલ કી”…...

આજે જન્માષ્ટમી !!! …. “નંદ ઘેર આનંદ ભયો…જય કનૈયા લાલ કી”… ના નાદથી ગુંજી ઉઠશે દ્વારકા , ડાકોર અને શામળાજી મંદિર…..

94
0

આજે જન્માષ્ટમી, એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. અખિલ બ્રહ્માંડના નાથ એવા વિષ્ણુના આઠમા અવતારમાં જન્મ લીધો તે શ્રીકૃષ્ણનો જન્મદિવસ. કહીએ તો કૃષ્ણના હજારો નામ છે. કોઇ નટખટ કાનુડો કે તો કોઇ કનૈયા , માખણચોર તો કેટલાક માટે કૃષ્ણ છે શાનદાર યુદ્ધ રણનીતિકાર.

જન્માષ્ટમીના તહેવારની તો ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં અને વિદેશમાં પણ થાય છે, લોકો કેટલાય દિવસ પહેલાંથી કૃષ્ણ જન્મોત્સવની તૈયારીમાં લાગી જાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને ભારતભરમાં ભગવાન કૃષ્ણના ન ગણી શકાય તેટલા મંદિરો આવેલા છે. એમાંય ગુજરાતમાં શ્રીકૃષ્ણ દ્વારકા , ડાકોર , શામળાજી , જગન્નાથ મંદિરમાં બિરાજ્યા છે તો દેશમાં મથુરા , વૃદાંવન , નાથદ્વારા જેવા અનેક સ્થળો પર વિવિધ સ્વરૂપમાં ભક્તોને આજે પણ સાક્ષાત દર્શન આપી રહ્યા છે. ત્યારે આપ સૌને શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.

Previous articleભારત ટૂંક સમયમાં ‘ભારત’ કહેવાશે ? …. રાષ્ટ્રપતિના G20 રાત્રિભોજનના આમંત્રણમાં “ભારતના રાષ્ટ્રપતિ” એવો ઉલ્લેખ ….
Next articleG20 ને લઇ દિલ્હીમાં વિદેશી મહેમાનોનો ધમધમાટ …. , PM મોદી કરશે મંત્રણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here