અમદાવાદમાં એ.સી.બીની સફળ ટ્રેપ… નારોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓએ બે બીયરનાં ટીન તથા ફરીયાદી (એક જાગૃત નાગરિક)ને મોપેડ સાથે પકડ્યો હતો. તે સમયે આ કામનાં આરોપીએ મધ્યસ્થી કરી ફરીયાદીનાં મિત્રો તથા ફરીયાદીની મોપેડ છોડાવવા આ કામનાં ફરીયાદી પાસે રૂ. 1 લાખની લાંચની માંગણી કરી હતી. ત્યારે ફરિયાદીએ લાંચની રકમ બાબતે રકઝક કરતાં છેલ્લે રૂપિયા 25,000 /- આપવા જણાવ્યુ હતું. ત્યારબાદ લાંચ લેવાની લાલચમાં નારોલ પોલીસકર્મીઓએ કેસ કર્યો નહિઁ અને ફરિયાદીના મિત્રોને છોડી દીધા હતા. એટલું જ નહિઁ ફરિયાદીનું મોપેડ પણ પરત આપી દીધું હતું. ત્યારે, આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 25,000 /- લાંચની માંગણી ચાલુ રાખી હતી. પરંતુ, ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતો ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારે, આરોપી લાંચ પેટે રૂપિયા 25,000 /- સ્વીકારતા ACB ની ઝ્પેટમાં આવી ગયો હતો.