Home અમદાવાદ અમદાવાદીઓનાં જીવ જોખમમાં !!!! … વધુ એક નબીરાએ મોંઘીદાટ કારથી સર્જ્યો...

અમદાવાદીઓનાં જીવ જોખમમાં !!!! … વધુ એક નબીરાએ મોંઘીદાટ કારથી સર્જ્યો અકસ્માત !!!

1273
0

અમદાવાદના જાહેર માર્ગોને નબીરાઓ પોતાના પિતાની મિલકત સમજતાં હોય તેમ મનફાવે વાહન ચલાવતા હોય છે. ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા દુ:ખદ અકસ્માતને હજુ થોડાક દિવસો જ થયા છે. ત્યાં તો શહેરમાં વધુ એક નબીરાએ વૈભવી કારથી અકસ્માત સર્જ્યો છે.

અમદાવાદના માણેકબાગ નજીક એક નબીરાએ નશાની હાલતમાં કાર ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માણેકબાગ વિસ્તારમાં નશામાં ધૂત BMW કારના ચાલકે પૂરઝડપે કાર હંકારી અકસ્માત સર્જયો હતો. નબીરાએ નશાયુક્ત હાલતમાં રસ્તામાં અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી અકસ્માતોની લાઈનો લગાવી હતી. ત્યારે આ નબીરાનો એક વ્યક્તિએ વિડીયો ઉતારી લીધો હતો. આ નબીરાએ સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માત કરતાં સરકારી મિલકતને નુકસાન પહોચ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતું હાલ સેટેલાઈટ પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરી છે. BMW કારના ચાલકે રાત્રે GJ 01 KA 6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી. જેમાં સેટેલાઈટ પોલીસે પીછો કરતાં ચાલક માણેકબાગથી ઝડપાયો હતો.

ત્યારે ચાર દિવસ અગાઉ મણિનગર વિસ્તારમાં એક યુવકે દારૂ પીને અકસ્માત સર્જ્યો હતો. ચાલકે કારને ઝાડના સાથે અથડાવતાં કાર પલટી ગઈ હતી. જ્યાં લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. માદક પદાર્થ પીને કાર હંકારતા શખ્સની કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જ્યો હતો. મણિનગર વિસ્તારમાં નશાયુકત હાલતમાં કાર ચાલક વિરુધ્ધ ફરિયાદ દાખલ થઇ છે. તેમજ દારૂ પીને અકસ્માત સર્જનારા આરોપીની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી તેમજ દારૂ પીને અકસ્માત સર્જનારને પોલીસે જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here