Home અમદાવાદ અમદાવાદની ફોરેન પોસ્ટ એફિસમાં નેધરલેન્ડના પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું …

અમદાવાદની ફોરેન પોસ્ટ એફિસમાં નેધરલેન્ડના પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું …

124
0

અમદાવાદ ખાતે 26 જૂનના રોજ ફોરેન પોસ્ટ ઓફિસમાં નેધરલેન્ડથી આવેલા બે પાર્સલમાં અટકાવવામાં આવ્યા હતા. જેમાં DRIને બરણીના ઢાંકણમાંથી 87 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બે પાર્સલ નેધરલેન્ડથી આવ્યા હતા અને તેને દમણ નજીકના સ્થળે મોકલવાના હતા. DRIએ જપ્ત કરેલી બરણીમાં રંગબેરંગી પ્લાસ્ટિકની માળા હતી. જોકે ઢાંકણની નીચે ચાંદીના રંગનું પાઉચ ચુસ્તપણે છુપાવેલું હતું. આ પાઉચ ખોલતા નાની ગ્રે રંગની ગોળીઓ મળી આવી હતી. એક પાઉચમાં સફેદ પાવડર પણ હતો. ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓએ બંને શંકાસ્પદ નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને બે પાઉચમાં એમડીએમએ હોવાની પુષ્ટિ કરી હતી. DRIએ બંને પાર્સલમાંથી 87 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

​​​​​​​પાલડી ચાર રસ્તા મહેંદીનવાઝ હોલ પાસે 400 મિલીગ્રામ MD ડ્રગ્સ સાથે પોલીસે સલમાનખાન પઠાણ (રહે. બહેરામપુરા)ને ઝડપી પાડી તેની પાસેથી 400 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો જાવેદ પાસેથી લીધો હતો અને ઉર્વિશ ચૌહાણને આપવાનો હોવાનું જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here