ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સુત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે 1 થી 7 ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા મહિલા આર્થિક વિકાસ નિગમના ઉપક્રમે ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે અમદાવાદના ઓઢવ ગામ ખાતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મહિલા કલ્યાણ દિવસ’ નિમીત્તે એક નાટક પ્રદર્શિત કરવામા આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં હાજર તમામ વિભાગના અધિકારી દ્વારા તેમના વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રેમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નારી સંરક્ષણ ગૃહ ઓઢવના મેનેજર પ્રિયંકાબહેન ગોસ્વામી, GIDC પ્રથમ મહિલા ઉદ્યોગપતિ મણીબહેન સોલંકી, શ્રીજી હાઈસ્કુલના સંચાલક પ્રજ્ઞાબહેન ચાવડા, CDS ના સંગઠક મહિલાની કામગીરી કરતા ધર્મિષ્ઠાબહેન રાજવી, ઉદ્યોગ સાહસી નીતાબહેન શર્માનું ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિભાગની કચેરી દ્વારા અમલી વિવિધ યોજનાઓની માહિતી આપવામા આવી હતી. પોસ્ટ ખાતા, બેંક ખાતા, સમાજ સુરક્ષા ખાતાની તેમજ ITI વિભાગમાં કાર્યરત મહિલાલક્ષી યોજનાની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. જેથી મહિલા કલ્યાણ દિવસ નિમીતે મહિલાઓને જાગૃતિ અને પ્રેરણા પુરી પાડી સમાજના સાંપ્રત પ્રવાહમાં તેઓ માનભેર રહી શકે અને પોતાનુ નેતૃત્વ આગળ ધપાવી શકે તે અંગેનું માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન અંબારામભાઈ પઢાર, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી તન્વીબહેન ચાવડા, લીગલ એડના એડવોકેટ મનીષાબહેન પંડ્યા,ઓઢવ વોર્ડના કાઉન્સેલર નીતાબહેન દેસાઈ અને મીનુબહેન ઠાકોર, મહિલા મોરચા પ્રમુખ જયાબહેન , UCDS CO મહેશભાઈ દરજી, UCDS પ્રતિકભાઈ પટેલ, SBI ના કાઉન્સેલર જી.એમ. વાઘેલા, ITI ., સમાજસુરક્ષા, પોસ્ટ ખાતા તેમના મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.