Home બોલીવુડ અભિનેતા અનિલ કપૂરે ફિલ્મ જગતમાં કર્યા 40 વર્ષ પૂર્ણ …..

અભિનેતા અનિલ કપૂરે ફિલ્મ જગતમાં કર્યા 40 વર્ષ પૂર્ણ …..

151
0

ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં અભિનેતા અનિલ કપૂરે 40 વર્ષ પૂર્ણ કર્યા છે. જે પ્રસંગે તેમણે ડેબ્યૂ ફિલ્મ ‘વો સાત દિન’ની એક ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અને તેની સાથે એક ઈમોશનલ નોટ પણ શેર કરી હતી. પોસ્ટ શેર કરતાં અનિલ કપૂર  કેપ્શનમાં લખે છે કે ‘આજે મેં એક એક્ટર અને એન્ટરટેઇનર તરીકે 40 વર્ષ પૂરાં કર્યા છે. પ્રેક્ષકો દ્વારા સ્વીકારવામાં અને પ્રેમ કર્યાનાં 40 વર્ષ. એવું કહેવાય છે કે જ્યારે તમે તમને ગમતી વસ્તુ કરો છો ત્યારે સમય ખૂબ જ ઝડપથી પસાર થાય છે. એ મારા માટે આશ્ચર્યજનક નથી કે ઉદ્યોગમાં મારા 4 દાયકા આંખના પલકારામાં વીતી ગયા. હું જાણું છું કે હું આ માટે જ બન્યો છું અને મારે આ જ કરવાનું છે. “ઘણા લોકોએ મને આ સ્થાન સુધી પહોંચવામાં મદદ કરી. હું ખાસ કરીને મારા બાપુ સાહેબ, મારા ભાઈ બોની અને મારા પિતા સૂરીન્દર કપૂરનો મારા પર વિશ્વાસ કરવા અને મને પ્રથમ તક આપવા બદલ આભાર માનું છું.

તેમજ તેમણે પોસ્ટમાં લખ્યું કે ‘હું નાસીરુદ્દીન શાહ અને પદ્મિની કોલ્હાપુરેનો પણ હંમેશ માટે આભારી રહીશ, જેમણે ઇન્ડસ્ટ્રીમાં નવા આવનારને આવકાર્યો. આજે હું જે કંઈ પણ છું, એનું શ્રેય મને આ અનુભવીઓ અને તમારા બધા તરફથી મળેલા પ્રેમ અને સ્વીકૃતિને જાય છે. અંતમાં લખ્યું, ‘આ 40 વર્ષ પૂરાં થવાના અવસર પર હું ‘ધ નાઈટ મેનેજર પાર્ટ 2’ અને ‘એનિમલ’ સાથે બે ખૂબ જ ખાસ અવતારમાં તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા રાખું છું કે તમે હંમેશાંની જેમ મને પ્રેમ કરશો અને સપોર્ટ કરશો. ત્યારે અનિલ કપૂરની આ પોસ્ટ પર તેમના મોટા ભાઈ બોની કપૂરે પણ કોમેન્ટ કરી હતી. બોનીએ લખ્યું, ‘તમે મારા માટે શ્રેષ્ઠ ભાઈ છો, રીના અને સંજય, અમારાં માતાપિતા માટે શ્રેષ્ઠ પુત્ર, સુનિતા માટે શ્રેષ્ઠ પતિ અને સોનમ, રિયા, હર્ષ અને આનંદ માટે શ્રેષ્ઠ પિતા છો. હું જાણું છું કે તમે વાયુ માટે પણ શ્રેષ્ઠ દાદા બનશો’.બોનીએ આગળ લખ્યું, ‘તમારી મહેનત, પ્રતિભા અને પ્રામાણિકતાએ તમને 40 વર્ષથી સુપર સ્ટારડમ આપ્યું છે. મને ખાતરી છે કે તે ઓછામાં ઓછા સો વર્ષ સુધી ચાલશે. બોની ઉપરાંત જુહી ચાવલા, શિલ્પા શેટ્ટી અને અભિષેક બચ્ચન સહિતના ઘણા કલાકારોએ પણ અનિલની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here