અક્ષય કુમારના ચાહકોમાં લોકપ્રિય એવી ઓહ માય ગોડ ફિલ્મે લોકોને ઘણું મનોરંજન પુરુ પાડ્યું હતું. ત્યારે અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ OMG 2નું નવું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. આ વખતે અક્ષય કુમાર ભગવાન શંકરના રૂપમાં જોવા મળશે. અત્યાર સુધીમાં આ ફિલ્મના બે પોસ્ટર રિલીઝ થયા છે જેને જોઈને લોકોની આતુરતા પણ વધી રહી છે. અક્ષય કુમારએ ફિલ્મનું જે બીજું પોસ્ટર રિલીઝ કર્યું છે તેનાથી પણ લોકો ઈમ્પ્રેસ થયા છે અને કોમેન્ટ કરીને પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.
ફિલ્મના આ પોસ્ટરમાં અક્ષય કુમાર ભગવાન ભોળાનાથના લુકમાં જોવા મળશે. ત્યારે અક્ષય કુમારે ફોટો શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું છે બસ થોડા દિવસ… OMG – 2 … 11 ઓગસ્ટ સિનેમા ઘરોમાં… ટૂંક સમયમાં ટીઝર આવશે. અક્ષય કુમારે આ વખતે પંકજ ત્રિપાઠીનું પણ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.. આ પોસ્ટરમાં પંકજ ત્રિપાઠી જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે મિલતે હૈ સચ્ચાઈ કી રાહ પર… આ ફોટોમાં પંકજ ત્રિપાઠીએ પોતાના માથે તિલક કર્યું છે અને હાથ જોડેલા નજર આવે છે. પંકજ ત્રિપાઠી સાથે આ પોસ્ટરમાં અન્ય લોકો પણ દેખાય છે જે ભક્તિમાં લીન છે.
OMG – 2 ફિલ્મ 11 ઓગસ્ટે રીલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં હશે. ચર્ચાઓ છે કે આ ફિલ્મ આ વખતે શિક્ષણ વ્યવસ્થા પર આધારિત હશે. મહત્વનું છે કે 11 ઓગસ્ટે અક્ષય કુમારની આ ફિલ્મની સાથે સની દેઓલની ગદર ટુ પણ રિલીઝ થવા જઈ રહી છે. આ બંને ફિલ્મો એવી છે જેની રાહ લોકો ઘણા સમયથી જોઈ રહ્યા છે તેથી 11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર બે જબરદસ્ત ફિલ્મોનું ક્લેશ જોવા મળશે.