Home અંબાજી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓના મંદિર પરિસર માં મોબાઈલ ના ઉપયોગ...

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓના મંદિર પરિસર માં મોબાઈલ ના ઉપયોગ પર પ્રતિબંધ…..

187
0

અંબાજી : 25 જાન્યુઆરી


ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર માં યાત્રાળુઓ અને મંદિર તંત્ર ના કર્મચારીઓ ના મળતીયાઓ દ્વારા મંદિર માં મોબાઈલ ઉપયોગ ની મનાઈ હોવા છતાં પણ પ્રવેશ કરી ફોટોગ્રાફી કરાતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજ રોજ અંબાજી મંદિર સઘન સુરક્ષા પોલીસ તંત્ર અને જી.આઇ.એસ.એફ.એસ. ને ઉપરોક્ત બાબતે કડક શબ્દો માં સૂચના પાલન અંગે જાણ કરવામાં આવી હતી.અને જો કોઈ યાત્રિક દ્વારા મંદિર માં મોબાઈલ સાથે પ્રવેશ કે ફોટોગ્રાફી કરતા માલુમ પડશે તો સુરક્ષા તંત્ર ના કર્મીઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવા ની ચેતવણી અપાઈ હતી.

હજારો યાત્રિકો ની શ્રધ્ધા ના પ્રતીક એવા અંબાજી મંદિર માં મોબાઈલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ ના યાત્રિક સાથે પ્રવેશ બાબતે પ્રતિબંધ હોવા છતાં પણ અંબાજી મંદિર ની અંદર અમુક યાત્રિકો તેમજ મંદિર ટ્રસ્ટ માં કામ કરતા કર્મચારીઓ ના મળતીયાઓ દ્વારા અવાર નવાર મોબાઈલ સાથે પ્રવેશ કરી મંદિર પરિસર તેમજ મંદિર ની અંદર ના ફોટા પાડી જાહેર માં ફરતા કરાતાં મંદિર ની સુરક્ષા ને લઈ જોખમ ઉભુ કરવા ના પ્રશ્ન બાબતે વારંવાર ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર માં પ્રવેશ ના શકિતદ્વાર, ગેટ નં.૭, ગેટ નં.૮, અને ગેટ નં. ૯ પરથી પ્રવેશ કરતા યાત્રિકો ની મંદિર માં પ્રવેશ પેહલા યોગ્ય ચકાસણી કરી મોબાઈલ સાથે પ્રવેશ ના આપવા તેમજ સમગ્ર મંદિર પરિસર, સભામંડપ, નૃત્યમંડપ માં કોઈ પણ યાત્રિક દ્વારા મોબાઈલ નો વપરાશ કે ફોટોગ્રાફી ના કરે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવેલ છે .તેમજ હવે પછી થી કોઈ યાત્રિક દ્વારા મંદિર પરિસર માં મોબાઈલ નો ઉપયોગ કરતો માલુમ પડશે તો મંદિર સઘન સુરક્ષા પોલીસ તંત્ર અને જી.આઇ.એસ.એફ.એસ.અંબાજી મંદિર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અંબાજી મંદિર ની અંદર એક રાજકારણી વ્યક્તિ દ્વારા મંદિર બંધ ના સમય માં મોબાઈલ સાથે પ્રવેશ કરી મંદિર અંદર ફોટા પાડી પોતાના ફેસબુક એકાઉન્ટ માં ફોટા ફરતા મૂકતા હોબાળો થયો હતો .ત્યારે સામાન્ય યાત્રિકો માટે ના નિયમો અને વી.આઇ.પી. , વી.વી.આઇ.પી. માટે નિયમો માં છૂટ આપી પોતાના અંગત સંબંધો સાચવવા માં રસ રાખતા અંબાજી મંદિર ના અમુક કર્મચારીઓ ને લીધે જગપ્રસિદ્ધ યાત્રાધામ ની સુરક્ષા અંગે જોખમ ઉભુ કરી રહ્યા છે .જે બાબતે અનેકવાર ફરિયાદો મળતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હતો.

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here