અંબાજી : 25 એપ્રિલ
ગુજરાત ના બનાસકાંઠા માં સ્થિત પ્રસિદ્ધ શકિતપીઠ અંબાજી નજીક આવેલ જેતવાસ ગામ ની સીમ માં આવેલ સુરમાતા વિસ્તાર ના એક ઘર માં અગમ્ય કારણોસર આગ લગતા સમગ્ર ઘર બળી ને ખાખ થયું હતું જેમાં ઘર માં રહેલ ૪ માસ ની નાની બાળકી નું આગ માં બળી જવા થી મૃત્યુ થયું હતું .
અંબાજી એ બનાસકાંઠા જિલ્લા ના સરહદી વિસ્તાર નજીક આવેલ યાત્રાધામ છે જેની આસ પાસ નો સમગ્ર વિસ્તાર અરવલ્લી ની ગિરિમાળાઓ અને પર્વતો થી ઘેરાયેલ છે જ્યાં આદિવાસી જનજાતિ ના લોકો ડુંગરાળ વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે કાચાં મકાનો અને ઝૂંપડાઓ માં વસવાટ કરી જીવન ગુજારતી આ જનજાતિ ખુબજ સાદું જીવન જીવતા હોય છે ત્યારે અંબાજી નજીક આવેલ જેતવાસ ગામ ની સીમ માં આવેલ સુર માતા નામ ના વિસ્તાર માં આજ રોજ બપોર ના સુમારે એક દુઃખદાયક ઘટના બની હતી જેમાં એક ગરીબ પરિવાર ના કાચાં ઘર માં અચાનક – અગમ્ય કારણોસર આગ લગતા સમગ્ર ઘર બળી ને રાખનાં ઢગલા માં ફેરવાઈ ગયું હતું તેમજ ઘર માં ઊંઘેલ એક ૪ માસ ની નાની બાળકી અને વાછરડું આગ માં ભડતું બની ગયા હતા , પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર બપોર ના સુમારે ઘર ની સ્ત્રી નજીક પાણી ભરવા માટે બહાર ગઈ હતી અને પરત ફરી ત્યારે સમગ્ર ઘર બળી ને રાખ ના ઢગલા માં ફેરવાઈ ગયું હતું અને અંદર રહેલ નાની બાળકી તેમજ વાછરડું બળી ને મૃત્યુ પામ્યા હતા ત્યારે આસ પાસ રહેલ અને લોકો આ ઘટના બનતા ભેગા થયા હતા.તેમજ આ ઘટના ની જાણ થતાં કુંભારીયા ગામ ના સરપંચ ગોવા ભાઈ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતક ના પરિવાર ને દિલાસો આપ્યો હતો અચાનક બનેલ આ ઘટના ને લીધે સમગ્ર ગામ માં શોક ની લાગણી જોવા મળી હતી .