અંબાજી : 1 એપ્રિલ
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા.૦૨ એપ્રિલ થી ચૈત્રી નવરાત્રી નો શરૂ થવાની છે ત્યારે અંબાજી મંદિર માં વિધિવત રીતે ઘટ સ્થાપન કરી તેમજ જવારા ઉગાડી માતાજી ની આરાધના કરવાના મહત્વ ના દિવસ છે . ચૈત્રી નવરાત્રી ના શુભ દિવસો એ સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યો થી માઈ ભક્તો માં અંબા ના ચરણે શીશ ઝૂકાવવા અંબાજી ખાતે આવી પહોંચતા હોય છે અને નવે- નવ દિવસ સુધી ભારે પ્રમાણ માં ભક્તો નો ઘસારો રહે છે . ત્યારે આ વખતે તા.૮ થી ૧૦ એપ્રિલ સુધી ગબ્બર એકાવન શકિતપીઠ નો પરિક્રમા મહોત્સવ નું પણ આયોજન કરેલ છે ત્યારે સમગ્ર અંબાજી ગામ માઈ ભક્તો થી ઉભરાશે તેવી ધારણા સેવાઈ રહી છે .
ચૈત્રી નોરતા દરમિયાન મંદિર માં આરતી નો સમય સવારે અને સાંજે ૭ :૦૦ વાગ્યે તેમજ ચૈત્રી આઠમ ના દિવસે સવારે ૬:૦૦ નો રહેશે.તેવી માહિતી માતાજી ની ગાદી ના ભટ્ટજી મહારાજ એ આપી હતી .