રક્ષાબંધન પર વિવીધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવતી હોય છે.પરંતુ શું તમે હનુમાન ચાલીસા વળી રાખડી ક્યારેય જોઈ છે ? સાંભળીને નવાઈ લાગશે કે રાજકોટની એક મહિલાએ હનુમાન ચાલીસા વાળી અનોખી રાખડી તૈયાર કરી છે. જેનો ઉદ્દેશ માત્ર રક્ષાબંધન પર રાખડી બાંધીને ભાઈની રક્ષા કરવાનો નહિ પરંતુ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે. 1 ઇંચની સાઈઝની આ રાખડીમાં હનુમાન ચાલીસા છે. જેને તમે પોકેટમાં પણ રાખી શકો છો. ત્યારે આ રાખડી બનાવ્યા બાદ તેની ચર્ચા અત્યારે આખા રાજકોટમાં થઈ રહી છે. રાજકોટના હિનલ રામાનુજે હનુમાન ચાલીસાવાળી રાખડી બનાવી છે. કારણ કે એક બહેન પોતાના ભાઈની રક્ષા કરવા માટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધે છે. જેથી આજની જનરેશન આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે અને ભાઈની રક્ષા પણ થઈ શકે.
હિનલબેને કહેવું છે કે અત્યારે લોકો ડિઝીટલ તરફ આગળ વધ્યા છે. એટલે કદાચ આપણી સંસ્કૃતિ ભુલાઈ રહી છે. અત્યારે લોકોને કોઈ પણ પાઠ કરવાનું કહેવામાં આવે તો તેઓ કરતા નથી. જેથી કોઈ તહેવાર પર આ રીતે આપણે આપણી સંસ્કૃતિ સાચવીએ તો વધારે સારૂ. જેથી લોકોને પણ પોતાની સંસ્કૃતિ યાદ રહે. આ સાથે જ તેઓ જણાવ્યું કે રાખડી વહેચીને આમાંથી કમાણી કરવાનો અમારો હેતુ નથી. પણ લોકો આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ આ સાથે જ દરેક લોકોના ઘરમાં હનુમાન ચાલીસા પહોંચે અને તેના પાઠ થાય એ અમારો મુખ્ય હેતુ છે.