Home ગીર સોમનાથ વેરાવળમાં યુવતી પર જીવલેણ હુમલાના વિરોઘમાં ન્યાયની માંગ સાથે બ્રહ્મ સમાજની રોષભેર...

વેરાવળમાં યુવતી પર જીવલેણ હુમલાના વિરોઘમાં ન્યાયની માંગ સાથે બ્રહ્મ સમાજની રોષભેર રેલી નિકળી

168
0
ગીર સોમનાથ : 23 ફેબ્રુઆરી

પોલીસ તપાસમાં ઢીલી નીતિ દાખવશે તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉગ્ર આંદોલન કરવાની બ્રહમ સમાજએ ચિમકી ઉચ્‍ચારી

રેલીમાં મોટી સંખ્‍યામાં બહેનો સાથે જુદા-જુદા સમાજના લોકો સ્‍વયંભુ જોડાયા

રેલી જુદા-જુદા રાજમાર્ગો પર દિકરીને ન્‍યાય અપાવવાના સુત્રોચ્‍ચાર કરતી નિકળેલ

વેરાવળમાં બ્રહમસમાજની દિકરીના ગળે છરી વડે ઘાતક હુમલાના મામલે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં બ્રહ્મ સમાજ સાથે જુદા જુદા સમાજના લોકો અને મોટી સંખ્‍યામાં બહેનોએ જોડાઇને પીડીત દિકરીને ન્યાય આપોના સુત્રોચ્ચાર પોકાર્યા હતા. બ્રહમ સમાજ દ્રારા નાયબ કલેકટર મારફત સરકારને આવેદનપત્ર આપી આરોપીને સખ્‍ત સજાની માંગ કરી હતી. આ તકે બ્રહમ સમાજના જીલ્‍લા પ્રમુખએ નારાજગી વ્‍યકત કરી પોલીસ ઘટનાની તપાસમાં ઢીલી નિતી દાખવશે તો સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્‍ચારી હતી.

વેરાવળમાં ગઇકાલે બ્રહમ સમાજની દિકરી પર જીવલેણ હુમલાના ઘેરા પ્રત્‍યાઘાતો શહેરમાં પડયા છે. આ ઘટનાને લઇ આજે બપોરે બ્રહમ સમાજના લોકો બિલેશ્વર મંદિરે મોટી સંખ્‍યામાં એકત્ર થયા હતા. જયાં જીલ્‍લા બ્રહમ સમાજના છેલભાઇ જોશી, તુષાર પંડયા, દેવેન ઓઝા, મિલનભાઇ જોશી સહિતનાની આગેવાની હેઠળ રોષભેર રેલી નિકળી હતી. આ રેલી બિલેશ્વર મંદિરથી શરૂ થઇ જુદા-જુદા માર્ગો પર ફરી ન્‍યાય આપો….ન્‍યાય આપો…. આરોપીને દાખલારૂપ સજા કરો…ના સુત્રોચ્‍ચાર કરતી પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્‍યામાં બહેનો ઉપરાંત અન્‍ય સમાજના લોકો પણ જોડાઇને બ્રહમસમાજની માંગણીને સમર્થન આપ્‍યુ હતુ.

આ અંગે જીલ્‍લા બ્રહમ સમાજના પ્રમુખ તુષાર પંડયાએ નારાજગી વ્‍યકત કરતા જણાવેલ કે, અમારી જાણ મુજબ ગઇકાલ રાત સુઘી પોલીસની કામગીરી સારી ચાલી રહી હતી અને ગૃહમંત્રીએ પણ અમોને આશ્વાસન આપ્‍યુ હતુ. પરંતુ આજ સવારથી એક યા બીજી રીતે પોલીસની કામગીરીમાં શંકા ગઇ હોવાથી અમોએ આ બાબતે આવેદન પત્રમાં અને મૌખીક રજુઆતો કરી છે. આ હિંચકારા હુમલાની ઘટનામાં પોલીસ તપાસમાં ઢીલી નિતી દાખવાશે તો સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્‍ચારી હતી. આવું જઘન્‍ય કૃત્‍ય કરનાર જે કોઇપણ શખ્‍સ હોય તેની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે આરોપીને જામીન ન મળે તેની તકેદારી પોલીસ વિભાગ લે તે જરૂરી છે.

 

અહેવાલ:  રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here