Home Other લાકડું અને સુગંધિત ? ખરેખર એવું બની શકે ? જાણો એ લાકડા...

લાકડું અને સુગંધિત ? ખરેખર એવું બની શકે ? જાણો એ લાકડા વિષે જેની સુગંધ મન મોહી લે છે..

237
0

આમ તો મોટા ભાગે ચંદન વિષે આપણે જાણતા હોઈએ છીએ ક્યાંક ઘરેલુ ઉપયોગ માટે તો ક્યાંક અગરબત્તી, પરફ્યુમ, અત્તર બનાવવા માટે થાય છે. પણ શું તમે સફેદ ચંદન અને લાલ ચંદન વિષે  જાણો છો? તો વાત કરીએ સફેદ ચંદન વિશે મોત ભાગે સફેદ ચંદન દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના ભાગોમાં એમાંય  કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં થતાં હોય છે. સફેદ ચંદનના વૃક્ષની ઉંચાઇની વાત કરીએ તો આશરે 4 મિટરથી 10 મીટર હોય છે આ ઉપરાંત સફેદ ચંદનના તેલ અને પાવડરનો ઉપયોગ  મોટાભાગે સ્વાસ્થ્ય અને સૌંદર્ય પ્રોત્સાહનમાં થતો હોય છે. તેમજ સફેદ ચંદનનો ઉપયોગ અમુક ખાદ્યપદાર્થો માટે ફ્લેવરિંગ એજન્ટ તરીકે પણ થતો હોય છે. ત્યારબાદ સફેદ ચંદનનો ઉપયોગ એવો પણ છે જે જાણીને નવાઈ લાગશે કે માળા બનાવવા માટે બહારના લાકડાને કાસ્ટ-ઓફ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ મૂર્તિઓ બનાવવા માટે થાય છે. આ થઈ વાત સફેદ ચંદનના  ઉપયોગની. સફેદ ચંદન વૂડ્સ વજનમાં ભારે હોય છે, તેમજ તેઓ દાયકાઓ સુધી તેમની સુગંધ જાળવી રાખે છે. તેઓ 100 વર્ષ સુધી જીવી શકે છે.તે અન્ય ઝાડના મૂળમાં પરોપજીવી તરીકે જીવી શકે છે.પાંદડા પાતળા હોય છે અને ફળો 3 વર્ષ પછી ઉત્પન્ન થાય છે.

હવે જાણીએ લાલ ચંદનની જે મોટા ભાગે લાલ ચંદન ભારતમાં પૂર્વી ઘાટના દક્ષિણ ભાગોમાં મુખ્યત્વે આંધ્ર પ્રદેશના જંગલ વિસ્તારમાં થાય છે. તેમજલાલ ચંદનના વૃક્ષની ઉંચાઇ આશરે  5 મીટર થી 8 મીટર હોય છે. લાલ ચંદનનો ઉપયોગ  આલ્કોહોલિક પીણાંમાં ફ્લેવરિંગ એજન્ટ તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત પાચનતંત્રની સમસ્યાઓ અને પ્રવાહી રીટેન્શનની સારવારમાં મદદરૂપ થાય છે. તેમજ “રક્ત શુદ્ધિકરણ” માટે લાલ ચંદનનો ઉપયોગ કરી શકાય છે.લાલ ચંદન નાનું, પાનખર વૃક્ષ, અને તેનું લાકડું અત્યંત કઠણ હોય છે તેને ખૂબ સૂર્યપ્રકાશ અને ગરમ આબોહવાની  જરૂર પડે છે.આ પ્રકારના ચંદનના   ઝાડનુ લાકડું સુગંધિત હોતું નથી. આ પ્રકારના ચંદનના હાર્ટવુડના વિકાસમાં 30 વર્ષ સુધીનો સમય લાગી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here