કાલોલ માં શનિવારે તા.૧૮/૨/૨૩ ના રોજ સુભાષભાઈ શાંતિલાલ શેઠ મનોરથી પરિવાર તથા સંત્સંગ સુધા મંડળ અને કાલોલના યુવા વૈષ્ણવ તરફથી કાલોલના પાર્ટી પ્લોટ માં હોળી ફુલ ફાગ રસિયાનો ભવ્યાતિભવ્ય મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પૂજ્યપાદ ગોસ્વામી૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય, અ.સૌ. દામિનીવહુજી , ચિ. સાનિધ્યકુમારજી તથા ચિ. અનુગ્રહકુમારજી ની ઉપસ્થિત માં ડેરોલ સ્ટેશન ના કૃષ્ણ કલા વૃંદ ના ભાઈઓએ હોળીના રસિયાની રમઝટથી કાલોલ ભુમીને વ્રજમાં ફેરવી દીધું હતું. જેમાં બહારગામથી તથા કાલોલ ના સમસ્ત વૈષ્ણવ સમાજ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ ફુલફાગ રસિયા મહોત્સવ માં આવેલ તમામ ભક્તો એ મહાપ્રસાદી નો લાભ લીધો હતો.
આ કાયૅક્રમ અંતર્ગત ધમૅપ્રેમી વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રસિયા મહોત્સવ ની ધામધુમથી ઉજવણી કરી હતી. કાલોલ માં વૈષ્ણવાચાર્યની હાજરીમાં ફુલફાગ હોળી નો વસંતોત્સવ ધામધૂમથી યોજાયો.
અહેવાલ : મયુર પટેલ, કાલોલ