Home આણંદ તારાપુરમાં ધોળે દિવસે વૃધ્ધ વેપારીની હત્યા કરનાર અજાણ્યો શખ્સ CCTV માં થયો...

તારાપુરમાં ધોળે દિવસે વૃધ્ધ વેપારીની હત્યા કરનાર અજાણ્યો શખ્સ CCTV માં થયો કેદ ….

164
0

આણંદ જિલ્લાના તારાપુર શહેરમાં બે દિવસ અગાઉ ભર બપોરના સુમારે એક 75 વર્ષીય વૃદ્ધ વેપારીની તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બનાવમાં તારાપુર પોલીસ સહિત સાત ટીમો દ્વારા આ બનાવને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પોલીસના સુત્રો મુજબ દુકાનમાં રાખવામાં આવેલા CCTV કેમેરા હાલ બંધ હાલતમાં છે, ત્યારે બીજી તરફ આસપાસના દુકાનના CCTV કેમેરા ચેક કરતા એક શકમંદ ત્યાંથી પસાર થતો જોઈ શકાય છે. સમગ્ર બનાવની હકીકત એવી છે કે, તારાપુર નાની ચોકડી પાસે આવેલી સિવિલ કોર્ટ નજીક 75 વર્ષીય પીતાંબરદાસ નાઝુમલ માહેશ્વરીની સોમવારે બપોરે તેમની દુકાનમાં જ છરાના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ શખસ ગ્રાહક બનીને આવી તેમને ઉપરના માળે લઈ જવામાં આવ્યા હશે અન ત્યાં જ તેમની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી હોઈ શકે છે. જોકે, પોલીસ દ્વારા હાલમાં દુકાન બહારના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં બપોરના સમયે એક સફેદ બનિયાન અને બ્લેક રંગનો લેંઘો પહેરેલો એક વ્યક્તિ હાથમાં તેનું શર્ટ પકડીને જતો જોઈ શકાય છે. જોકે, તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો નથી.

પરંતુ પોલીસ દ્વારા તે જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક પીતાંબરદાસ વ્યાજે પૈસા ધીરધારનું પણ કામ કરતા હતા. જેને કારણે પૈસાની લેતી-દેતીમાં પણ હત્યા કરી નાંખવામાં આવી હોવાની શંકાએ હાલ જોર પક્ડયું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા સાત ટીમો બનાવીને અલગ-અલગ િદશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લે તેમણે કઈ વ્યક્તિઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, તથા તેઓ કોના-કોના સંપર્કમાં હતા તે તમામ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here