શુક્રવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે.
મળતી માહિતી મુજબ, રાજૌરી જિલ્લાના દસાલ જંગલ વિસ્તારમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. રાજૌરીના દસાલ જંગલ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી સેનાને મળતા ગુરુવારે મોડી રાતથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આતંકવાદીઓ દ્વારા અડધી રાત્રે ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. સવાર સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ દરમિયાન સુરક્ષાદળોના ગોળીબારમાં એક આતંકવાદી ઠાર કરવામાં આવ્યો છે. જ્યારે હજી પણ આતંકીઓ સાથેની અથડામણ ચાલુ છે.