Home Other ચરોતરમાં વાદળોની અવર જવર વચ્ચે તાપમાનમાં ઘટાડો

ચરોતરમાં વાદળોની અવર જવર વચ્ચે તાપમાનમાં ઘટાડો

250
0

 

આણંદ – ખેડા જિલ્લામાં ગરમીના શરુઆતની સાથે કમોસમી વરસાદનું આગમન દર થોડા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ફરીથી વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બનસ ઉત્તર ભારતથી નીચે આવતા રાજસ્થાન પર સાયક્લોનીકલ સર્કુલેશન સર્જાતા તેની અસર રાજ્ય પર આવી હતી. જેના કારણે મધ્ય ગુજરાતરમાં વરસાદી વાતાવરણ થયું હતું.

તસવીર પ્રતિકાત્મક છે

ચરોતરમાં માર્ચની શરુઆતથી કમોસમી વરસાદ દર થોડા દિવસે આવી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ અંગે હવામાનવિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં યોજાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે નીચે આવતા રાજસ્થાનમાં સાયક્લોનીકલ સર્કુલેશન સર્જાતા વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. ક્લાઈમેટ ચેન્જના કારણે આ વખતે દરમિયામાં સાયક્લોન સર્જાવાનું પ્રમાણ વધ્યુ છે. જેના કારણે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રુપે કમોસમી વરસાદી વાતાવરણ સર્જાય છે. આ વખતે તેનું પ્રમાણ વધતા રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા રહેલી છે. સામાન્યતઃ એપ્રીલમાં 40 ડિગ્રી જેટલુ તાપમાન રહે છે, જોકે આ વખતે કમોસમી વરસાદના કારણે તાપમાન 35-36 ડિગ્રીની આસપાસ રહ્યું છે. જોકે વાતાવરણ સાફ થતા તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here