Home આણંદ આણંદમાં બંધ મકાનમાં ચોરી કરતી ચીખલીગર ગેંગ ઝબ્બે

આણંદમાં બંધ મકાનમાં ચોરી કરતી ચીખલીગર ગેંગ ઝબ્બે

300
0

આણંદ જિલ્લામાં બંધ મકાનને લક્ષ બનાવી તેમાં લાખો રૂપિયાની મત્તા ચોરી કરી લેતી સિકલીગર ગેંગ આખરે પોલીસના હાથમાં આવી છે. પોલીસે પકડી પાડેલા ત્રણ શખસની પુછપરછમાં કુલ 16 જેટલી ચોરીના ભેદ ઉકેલાયા છે. જે અંગે પોલીસે તમામના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનમાં ચોરી થવાના બનાવો વધી ગયાં હતાં. આથી, આણંદ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલીજન્સ, ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદ લીધી હતી. ટેકનીકલ તપાસમાં એક મોટર સાયકલ પર વ્હેલી સવારના સમયે આવતા શખસો ઘરફોડ ચોરીને અંજામ આપતા હોવાનું દેખાયું હતું. આથી, એલસીબી, એસઓજી, પેરોલ પર્લો દ્વારા વ્હેલી સવારના ચોક્કસ સમયગાળા દરમિયાન સ્પેશ્યલ અસરકારક બાઇક પેટ્રોલીંગ શરૂ કરી દીધું હતું. દરમિયાનમાં બાતમી આધારે આસોદર ચોકડીએ બ્રીજ નીચેથી ત્રણ શખસ બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં પકડાયાં હતાં. આ શખસોની તલાસી લેતાં વાંદરી પાનુ, ડીસમીસ, બેટરી વિગેરે સાધનો મળી આવ્યાં હતાં. જે ઘરફોડ ચોરીમાં ઉપયોગ થતાં હોવાનું જણાતાં પુછપરછ કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નહતો.

બીજી તરફ ફેસટેગ પેટ્રોલ એપથી ચેક કરતાં ગુરૂચરણસિંઘ ઉર્ફે ભયલુ અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે તેમની પાસેથી રૂ.20,700નો મુદ્દામાર કબજે કરી પોલીસ મથકે લાવ્યાં હતાં. જ્યાં આગવી ઢબે પુછપરછ કરતાં તે ગુરૂચરણસિંઘ ઉર્ફે ભયલુ ઝરનેલસિંઘ સિકલીગર (રહે. વાસદ), અમરસિંઘ માનસિંઘ સિકલીગર (રહે.અનગઢ) અને ગુરૂચરણસિંઘ ઉર્ફે અમિત રઘુસિંઘ હજારસિંઘ સરદારજી (રહે.વારસીયા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. આ શખસોની પુછપરછમાં તેઓએ એક –બે નહીં પરંતુ પંથકમાં કુલ 16 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. તેઓ બાઇક પર સોસાયટી વિસ્તારમાં આવતા અને જે મકાનના મુખ્ય દરવાજાને તાળુ મારેલું હોય તે બંધ મકાનને ટાર્ગેટ કરી મકાનના નકુચા તોડી ઘરફોડ ચોરી કરતાં હતાં. આથી, પોલીસે તેમના રિમાન્ડ મેળવી ચોરીનો મુદ્દામાર રિકવર કરવા તથા વધુ ચોરી કરી છે કે કેમ ? તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here