સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામનું અયોજન કરવામાં આવ્યું હતું. પ્રવીણ કુમાર, પોલીસ અધિક્ષક દ્વારા પ્રતિદિન સાઇબર ક્રાઇમના બનાવો અટકાવવા અને નાગરીકોમાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ P.I. સી.પી.ચૌધરી ના માર્ગદશન હેઠળ 30 ઓક્ટોબર ના રોજ બેંક ઓફ ઈન્ડિયા તથા યુનિયન બેંક દ્વારા વાસદ ગામ ખાતે સાઇબર ક્રાઇમ અવરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન WPSI બાથમ સાહેબ અને, ASI મુસ્તકીમ મલેક દ્વારા સાઇબર અવેરનેસ (જાગૃતતા) બાબતે માહિતી આપવામાં આવી, તેમજ સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ અત્યારે પોલીસ પણ સ્માર્ટ છે તેમજ હંમેશા પ્રજાની મિત્ર છે તેની સંપૂ્ણપણે માહિતી આપી હતી. તેમજ કર્મચારીઓ તથા નાગરિકોનો પ્રશ્નપત્ર દ્વારા ટેસ્ટ લેવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમમાં 150 જેટલી સંખ્યામાં ગામના નાગરિકો તથા બેંકના કર્મચારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.