Home મોરબી હળવદના યુવાનો માટે તાલુકા કક્ષાના રમતગમત સંકુલ માટે ગુજરાત સરકારે જગ્યા ફાળવી

હળવદના યુવાનો માટે તાલુકા કક્ષાના રમતગમત સંકુલ માટે ગુજરાત સરકારે જગ્યા ફાળવી

607
0

હળવદ તાલુકાના યુવાનો માટે આનંદના સમાચાર છે. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના પ્રયાસોથી હળવદ તાલુકાના રમતગમત સંકુલ માટે હળવદ માર્કેટિંગ યાર્ડ સામે મોડેલ સ્કુલની બાજુમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન ફાળવવામાં આવી છે. આ જગ્યા મોરબી જિલ્લા રમગમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીને ફાળવવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે હળવદ તાલુકા કક્ષાનું રમતગમત સંકુલ નિર્માણ પામશે. જેથી હળવદ તાલુકાના યુવાનો આ સંકુલમાં વિવિધ રમતગમત થકી ફીટ બની અને રમતગમત ક્ષેત્રમાં આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકામાં ભારતીય સેના કે પોલીસ સહિતની ભરતીની તૈયારી કરતા યુવાનો માટે કોઈ મેદાન કે કોઈ જ વ્યવસ્થા નહોતી. ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિત સ્થાનિક આગેવાનોની મહેનત થકી આગામી સમયમાં ખૂબ મોટું રમતગમત સંકુલ ( સ્પોર્ટ્સ સંકુલ) નિર્માણ પામશે. ત્યારે હળવદ તાલુકાના યુવાનો માટે અને રમતગમત ક્ષેત્રમાં રુચિ ધરાવતા લોકો માટે અતિ આનંદના સમાચાર કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here