Home આણંદ આણંદ જિલ્લામાં સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે , 12 મી ડિસેમ્બર સુધી ઓનલાઈન...

આણંદ જિલ્લામાં સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે , 12 મી ડિસેમ્બર સુધી ઓનલાઈન થશે નોંધણી

167
0

યોગાભ્યાસ થકી ગુજરાતના નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ગ્રામીણ સ્તરેથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી વિવિધ સ્તરે સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા આણંદ જિલ્લાના નાગરિકોએ આગામી 12 ડીસેમ્બર 2023 સુધીમાં https://snc.gsyb.in પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.

આ સ્પર્ધા આગામી તા. 15 મી ડિસેમ્બરના રોજ ગ્રામ્યકક્ષા તથા નગરપાલિકા વોર્ડ કક્ષાની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ તા. 19 ડિસેમ્બરના રોજ તાલુકા કક્ષા સ્પર્ધા, તા. 24  ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષા સ્પર્ધા અને તા.29 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે, જેમાં 9 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 41 વર્ષથી ઉપરની વય એમ ત્રણ કેટેગરીમાં ભાઈઓ તથા બહેનોની અલગ અલગ સ્પર્ધા યોજાશે.

ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ચાર તબક્કામાં યોજાનાર આ સ્પર્ધામાં ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રૂ. 101 , તાલુકા કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂ. 1000 , જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર એક ભાઇ અને એક બહેન સ્પર્ધકને અનુક્રમે 21000 , 15000 તથા 11000 રોકડ પુરસ્કાર તથા રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર એક ભાઇ અને એક બહેન સ્પર્ધકને અનુક્રમે 2,50,000 અને 1,75,000 તથા 1,00,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુર્ય નમસ્કાર સ્પર્ધા અંગે વધુ માહિતી માટે રામપુરા સ્થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here