ફ્રાન્સ દ્વારા PM મોદીને ‘લીજન ઓફ ઓનર’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. જે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. PM મોદીને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે PM આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય PM છે. લીજન ઓફ ઓનર દુનિયાભરના પસંદગીના પ્રમુખ નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવ્યું છે.
PM મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. PM મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પીએમ બન્યા છે. ત્યારે લીજન ઓફ ઓનર થી જે દુનિયાભરના પસંદગીના પ્રમુખ નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવ્યું છે તેમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, વેલ્સના તત્કાલીન રાજકુમાર કિંગ ચાર્લ્સ, જર્મનીના પૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલ, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બુટ્રોસ બુટ્રોસ ઘાલી સહિત અન્ય સામેલ છે.
ફ્રાન્સ દ્વારા PM મોદીને આપવામાં આવેલું આ સન્માન તેમના વિભિન્ન દેશો દ્વારા અપાયેલા ટોચના આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનની યાદીમાં સામેલ થયું છે. આ અગાઉ PM મોદીને જૂન 2023માં ઈજિપ્ત દ્વારા ઓર્ડર ઓફ ધ નાઈલ, મે 2023માં પાપુઆ ન્યૂ ગિની દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડ ઓફ લોગોહુ, મે 2023માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી, મે 2023માં પલાઉ ગણરાજ્ય દ્વારા એબાકલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
આ ઉપરાંત 2021માં ભૂટાને ડ્યુક ગ્યાલપો, 2020માં અણેરિકી સરકાર દ્વારા લીજન ઓફ મેરિટ, 2019 માં બહરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં, 2019માં માલદીવ દ્વારા ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઈજ્જુદ્દીન, રશિયા દ્વારા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ પુરસ્કાર, 2019માં યુએઈ દ્વારા ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડ, 2018માં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડ, 2016માં અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન અને 2016માં સાઉદી અરબ દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સાઉદથી પીએમ મોદીને નવાજવામાં આવ્યા હતા. આ અગાઉ પીએમ મોદીના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું.
આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પોતાના અધિકૃત નિવાસ સ્થાન એલિસી પેલેસમાં પ્રધાનમંત્રી મોદીની મેજબાની કરી. પીએમ મોદી બે દિવસના અધિકૃત પ્રવાસે ગુરુવારે પેરિસ પહોંચ્યા હતા. પીએમ મોદીનું એરપોર્ટ પર ફ્રાન્સના પીએમ એલિઝાબેથ બોર્ને એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું. પેરિસના લા સીન મ્યુઝિકલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધનની શરૂઆત ‘ભારત માતા કી જય’ના નારા સાથે કરી હતી. તેણે કહ્યું, “આજનું દ્રશ્ય, આ દ્રશ્ય પોતાનામાં જ અદ્ભુત છે. આ ઉત્સાહ અભૂતપૂર્વ છે. આ સ્વાગત આનંદથી ભરેલું છે. ભારત માતાનો અવાજ સાંભળીને એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું. અહીં આવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. આવતીકાલે ફ્રાંસનો રાષ્ટ્રીય દિવસ છે. મને આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના લોકોનો હૃદયપૂર્વક આભાર.