Home આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર મિટનું આયોજન ….

સરદાર પટેલ યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર મિટનું આયોજન ….

143
0

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 30 અને 31 ડિસેમ્બર 2023 ના રોજ ‘Perspective of Research & Innovation from NEP 2022 થીમ પર રિસર્ચ સ્કોલર મિટ યોજાનાર છે. તા. 30 ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરોના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈ, અતિથિ વિશેષ તરીકે આણંદના સાંસદ મિતેશ પટેલ, કા. કુલપતિ પ્રો.(ડૉ.) નિરંજન પટેલ, કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

મીટમાં હિમાલિયા યુનિવર્સિટી, ઉત્તરાખંડના ભૂતપૂર્વ કુલપતિ પ્રો. જે.પી પચૌરી, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટ્રેપેન્યોરશીપ & કેરિયર ડેવેલેપમેન્ટ, અમદાવાદના ડાયરેક્ટર ડો. હિના શાહ વ્યાખ્યાન આપશે. તા.31 ડિસેમ્બરના રોજ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હિમાચલ પ્રદેશના કેમ્પસ ડાયરેક્ટર પ્રો.મનોજ કે. સકસેના, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા, ડિપાર્ટમેન્ટ ઓફ જીઓ ફિઝિક્સ, કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રો. ભગવાન સિંહ ચૌધરી વ્યાખ્યાન આપશે. આ મીટમાં યુનિવર્સિટી સંલગ્ન 26 વિભાગોમાંથી અને કૉલેજો ઉપરાંત અન્ય યુનિવર્સિટીના 310 શોધ છાત્રો ભાગ લઈ પોતાના સંશોધન વિષય આધારિત પોતાના શોધપત્રો મૌખિક અને પોસ્ટર દ્વારા રજૂ કરશે. મીટનું આયોજન યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવેલેપમેન્ટ સેલ અને IQAC દ્વારા લઘુ ભારતી વડોદરાના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here