Home આણંદ ભાલેજ ઓવરબ્રિજ ગરનાળાના કામે ફાટક કાયમી ધોરણે બંધ કરાતા સ્થાનિકો પરેશાન

ભાલેજ ઓવરબ્રિજ ગરનાળાના કામે ફાટક કાયમી ધોરણે બંધ કરાતા સ્થાનિકો પરેશાન

6
0
આણંદમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે આવેલ ફાટક નં.ર૬૦ને ગરનાળાની કામગીરી માટે રેલ તંત્ર દ્વારા કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. જેમાં પગદંડી રસ્તો પણ બંધ કરીને પતરાં લગાવાયા છે. જેના કારણે દરરોજ આ માર્ગથી પસાર થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. શાળા, વ્યવસાય, નોકરી તેમજ કામસર શહેરમાં અવરજવર માટેનો માર્ગ બંધ કરીને પતરાં લગાવી દેવાયા છે. જેથી પગદંડીનો માર્ગ ખુલ્લો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

આણંદના પૂર્વ વિસ્તારના ઇસ્માઇલનગર, પાધરિયા સહિત આસપાસના વિસ્તારના ૧પ હજારથી વધુ રહિશોને ચાલીને બજારમાં અવજવર માટે ભાલેજ ઓવરબ્રિજ પાસે ફાટક નં.ર૬૦નો એકમાત્ર રસ્તો હતો.

જેને આજે રેલવે વિભાગ દ્વારા પતરાં લગાવીને કાયમી ધોરણે બંધ કરી દેવાયો છે. આ રસ્તેથી સ્થાનિકો અગાઉ અવરજવર કરતાહતા. પરંતુ હવે રસ્તો બંધ કરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ, કામસર જતી મહિલાઓ, વૃદ્વો સહિતના સ્થાનિકોને જીવના જોખમે પતરાં કૂદીને અવરજવરની ફરજ પડી રહી છે. જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ પગદંડી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here