Home કાલોલ કાલોલ પોલીસે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી બે ઇસમોને ઝડપી લીધા …..

કાલોલ પોલીસે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી બે ઇસમોને ઝડપી લીધા …..

75
0

કાલોલ પોલીસે ગેરકાયદેસર રીતે અનાજના જથ્થાની હેરાફેરી કરતા ઇસમો સામે તવાઇ બોલાવી છે. ત્યારે પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક ઈક્કો ગાડીમાંથી શંકાસ્પદ ઘઉં , ચોખા અને ખાંડ સહિતના 13 કટ્ટાઓને જપ્ત કરવામાં આવ્યા હતા.

કાલોલ પોલીસને હાઈવે પેટ્રોલીંગ દરમ્યાન શહેરના ગાંધી પેટ્રોલપંપની સામે વેજલપુર તરફ જતી એક સફેદ કલરની શંકાસ્પદ ઇકકો ગાડીને ઉભી રખાવી ગાડીમાં ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ અંગે ગાડીમાં બેઠેલા બે ઇસમોની પુછપરછ કરતાં ગાડી ચાલક જયપાલ કનકસિંહ પરમાર (રહે. ખેડા ફળીયુ, વેજલપુર) અને તેની બાજુમાં બેઠેલો ખુમાનસિંહ સોમાભાઇ રાઠોડ (રહે.બોરૂગામ, બીલયાપુરા ફળીયુ. હાલ રહે.કાછીયાવાડ વેજલપુર)ના હોવાનું જણાવતાં ગાડીમાં વચ્ચેની સીટમાં તેમજ પાછળના ભાગે સફેદ પ્લાસ્ટિકની થેલીમાં ભરેલી અનાજ બાબતે બંન્ને ઇસમોને પુછપરછ કરતાં બંન્નેએ કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ઇકકો ગાડી સાથે પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતાં એક થેલીમાં આશરે 50 કિલો હોય તેવા 6 નંગ ચોખાના કટ્ટા, 4 નંગ ઘઉંના કટ્ટા, 2 નંગ ખાંડના કટ્ટા અને 1  નંગ ચણાના કટ્ટા મળીને કુલ 13 નંગ કટ્ટાઓને અંદાજીત મુલ્યને આધારે કુલ કિ.રૂ. 17,500  ના અનાજ કરિયાણા અંગે  કોઇ આધાર પુરાવો રજુ કરતા નહીં કરીને ગલ્લા તલ્લા કરતાં તેમજ બંન્ને ઈસમો પાસેથી તેમની ગાડીના પણ કોઈ કાગળો પણ રજુ નહીં કરતા અંતે પોલીસે રૂ. 17,500 નો શંકાસ્પદ મુદ્દામાલ, ગાડીની અંદાજીત રૂ. 3,00,000 સાથે બંન્ને ઈસમો પાસેથી મળી આવેલા બે મોબાઇલની કિંમત રૂ. 5,500 સહિત રૂ. 3,22,500  ના મુદ્દામાલને કબ્જે કરી બંને ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં ભરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here