ભારત અને કેનેડા (BHARAT – CANEDA ) વચ્ચે રાજદ્વારી તણાવ હવે ઓછો થતો હોય તેમ લાગી રહ્યું છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ શરૂ થઇ ગયેલી આસો નવરાત્રીની હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. ટ્રુડો દ્વારા જારી કરવામાં આવ્યું હતું કે કેનેડા અને વિશ્વભરમાં હિન્દુ સમુદાયના સભ્યો નવરાત્રીની ઉજવણી કરવા માટે એકઠા થશે. નવરાત્રી એ હિંદુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે.
દાવો કર્યો હતો કે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ છે. જોકે, ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને તેમને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. તેજ સમયે, જસ્ટિન ટ્રુડોએ પોતાનો સૂર નરમ પાડ્યો અને ભારત સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
કેનેડાના વડાપ્રધાન દ્વારા જારી કરાયેલ ટ્વિટ્ટમાં આગામી 9 રાત અને 10 દિવસમાં, કેનેડા અને વિશ્વભરમાં હિન્દુ સમુદાયના સભ્યો નવરાત્રિની ઉજવણી કરવા માટે એકઠા થશે. નવરાત્રિ તમામ કેનેડિયનો માટે હિંદુ સમુદાયોના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવા અને કેનેડાના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક માળખામાં તેમના અમૂલ્ય યોગદાનને ઓળખવાની તક પણ પૂરી પાડે છે.
“આજની ઉજવણી અમને યાદ અપાવે છે કે વિવિધતા એ કેનેડાની સૌથી મોટી શક્તિઓમાંની એક છે,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે. મારા પરિવાર અને કેનેડા સરકાર વતી, હું આ વર્ષે નવરાત્રીની ઉજવણી કરી રહેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું.