Home દેશ GST બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય …. શું ફાયદો થશે તમને…. ??

GST બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય …. શું ફાયદો થશે તમને…. ??

125
0

GST કાઉન્સિલની યોજાયેલ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પૂરી થઈ હતી. જેમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણયોમાં ઓનલાઈન ગેમિંગને GST ના દાયરામાં લાવીને 28 ટકા ટેક્સ લગાવાયો છે.  ત્યારે કેન્સરની દવાઓ પરથી IGST હટાવવામાં આવ્યું છે. ત્યારે જાણો આ નિર્ણયોથી તમને કેટલો ફાયદો થશે.

GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનોની પૂરી કિંમત પર 28 ટકા GST લગાવવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઈન ગેમિંગને GST કાયદાના દાયરામાં લાવવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓનલાઈન ગેમિંગ પર ભારે ભરખમ GST લગાવવાના નિર્ણય અંગે જણાવતા કહ્યું કે આ મુદ્દે વિસ્તારથી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે. ચર્ચા દરમિયાન ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો આજના સમયમાં કેટલો પ્રભાવ છે અને તેમાંથી કેટલી રેવન્યૂ જનરેટ થઈ શકે છે. એ તમામ પહેલુઓ પર દરેક રાજ્ય સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે.

GST કાઉન્સિલે કાર ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેઠક દરમિયાન ઊંડા વિચાર વિમર્શ બાદ મલ્ટી પર્પસ કારો (MUV) પર 2 2ટકા કંપન્સેશન સેસ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જે 28 ટકા જીએસટી ઉપરાંત હશે. એટલે કે હવે આ કેટેગરીની ગાડીઓને ખરીદવા માટે વધુ ખર્ચો કરવો પડશે. જો કે નાણામંત્રીએ કહ્યું કે સેડાન કાર પર 22 ટકા સેસ લાગશે નહીં.  કેન્સરની ઈમ્પોર્ટેડ દવાઓ પર IGST નહી લગાવવામાં આવે. એટલે કે આ દવાઓ સસ્તી થશે. પહેલા એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં કેન્સરની દવા Dinutuximab ની આયાત સસ્તી થઈ શકે છે અને હવે સરકાર તરફથી તેના પર મહોર લાગી છે. અત્રે જણાવવાનું કે હાલ તેના પર 12 ટકા IGST લાગે છે. જેને કાઉન્સિલે ઘટાડીને ઝીરો કરી છે. આ દવાનો એક ડોઝ 63 લાખ રૂપિયાનો છે.

 હવે સિનેમા હોલમાં ફિલ્મો જોવાના શોખીન લોકો માટે ખાવા પીવાનું સસ્તું થશે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપતા રાજસ્વ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું કે સિનેમા હોલમાં ખાણીપીણીના સામાન પર GST ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. બેઠક અગાઉ સિનેમા હોલમાં મળતા ફૂડ અને બેવરેજ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ ઉપર પણ મહોર લાગી છે. GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીએ જે ચીજો પર GST ઘટાડવાની જાહેરાત કરી છે તેમાં UNCOOKED આઈટમ પર જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. એટલે કે  હવે કાચું કે તળ્યા વગરનું સ્નેક્સ પેલેટ્સને સસ્તું કરાયું છે. આ ઉપરાંત ઈમિટેશન, ઝરી દોરા પર ટેક્સને 12 ટકાથી ઘટાડીને હવે 5 ટકા કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here