Home Trending Special પેટલાદની નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી ….

પેટલાદની નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી ….

99
0

પેટલાદ નગરમાં સો વર્ષ પુરાતન એવી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રતિ વર્ષાનુસાર આ વર્ષે પણ તાજેતરમાં 26 જાન્યુઆરી 2024 ના રોજ મહાવિદ્યાલયના પટાંગણમાં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

મહાવિદ્યાલયના ઋષિકુમારોએ નૃત્ય દ્વારા આઝાદીના રંગે રંગાઈને સર્વને મંત્રમુગ્ધ કર્યા હતા.. પ્રજાસત્તાક પર્વનું મહત્વ વિવિધ છાત્રોએ વિવિધ ભાષામાં વર્ણવ્યું. આ પ્રસંગે આમોદથી સમાજસેવક દાતા ગીરીશભાઈ પટેલ તથા નિવૃત્ત પ્રોફેસર બી.એડ કોલેજ બોરસદના કેળવણીકાર ડૉ.મિલનભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહીને પોતાના બહોળા શિક્ષણનો લાભ અને પ્રજાસત્તાક પર્વ, બંધારણનો ઇતિહાસ તથા બંધારણ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. સર્વને માટે પ્રેરક ઉદ્બોધન આપ્યું. મુખ્ય મહેમાન ગીરીશભાઈ પટેલે પણ પોતાના દેશ વિદેશના અનુભવોથી વિદ્યાર્થીઓને અવગત કર્યા. સંસ્થાના ટ્રસ્ટી વ્રજેશભાઈ પરીખ તથા કાર્યકારી પ્રધાનાચાર્ય ડૉ. રઘુભાઈ જોષીએ સર્વ મહેમાનોને આવકાર્યા અને સ્વાગત પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું. કાર્યક્રમના પ્રારંભે વૈદિક પ્રાર્થના, સ્વાગતગીત, શૌર્યગીત, સંકુલગીત જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન અને ભવ્ય ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના જ ઋષિકુમારે સુંદર રીતે કર્યું. આમ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી ભારતીય સંસ્કૃતિને છાજે તેમ પરંપરાગત રીતે ઉજવવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here