Home અમદાવાદ ડાયાલિસિસ દર્દીઓ માટે સારા સમાચાર , AMC હેલ્થ સેન્ટરોમાં શરૂ થશે ડાયાલિસિસની...

ડાયાલિસિસ દર્દીઓ માટે સારા સમાચાર , AMC હેલ્થ સેન્ટરોમાં શરૂ થશે ડાયાલિસિસની સારવાર …

79
0

અમદાવાદ શહેરમાં કિડનીના દર્દીઓને સારવાર લેવી પડતી હોય છે. ત્યારે હવે કિડનીના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે. વાત કરીએ તો ડાયાલિસિસનાં દર્દીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા દર્દીઓને રાહત સાથે સુવિધા પૂરી પાડશે. ત્યારે પાડતાં મ્યુનિ. સત્તાધીશો દ્વારા થલતેજ, વસ્ત્રાલ અને નરોડા કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં PPP ધોરણે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં વસ્ત્રાલ કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં તેમજ નરોડા કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં એક ખાનગી સંસ્થાને ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવા માટે ટોકન ભાડે ત્રણ વર્ષ માટે જગ્યા ફાળવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેના બાદ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર કોર્પોરેશનની આરોગ્ય સેવાઓને ઉચ્ચ સ્તરે લઇ જવા તેમજ લોકોને લાભ મળી રહે તેનાં ભાગરૂપે અનેકવિધ પગલાં લેવાઇ રહ્યાં છે.

હાલના સમયમાં કિડની ફેલના દર્દીઓને સપ્તાહમાં બે વખત ડાયાલિસિસ સારવાર માટે દોડધામ કરવી પડે છે. ત્યારે દર્દીઓ માટે મ્યુનિસિપલ હોસ્પિટલો અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં જવું પડે છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસ માટે વધુ ચાર્જ ચૂકવવા પડતાં હોય છે, તેમજ દર્દીઓને અવર – જવર કરવામાં પણ હાલાકી પડે છે. તેથી લોકોને ઘરઆંગણે  દર્દીઓને સારવાર મળી રહે તે હેતુસર રાહત દરે ડાયાલિસિસની સુવિધા મળે તે માટે નિર્ણય લેવાયો છે.

આ અંગે વધુમાં વાત કરતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે મ્યુનિસિપલનાં કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં PPP ધોરણે શરૂ થનારા ડાયાલિસિસ સેન્ટરોમાં PMJY  કાર્ડ ધરાવતાં લોકોને મફત ડાયાલિસિસ કરી આપવામાં આવશે, પરંતુ કાર્ડ નહિ હોય તેવા નાગરિકોને પણ PMJY કાર્ડનાં રેટ પ્રમાણે જ ડાયાલિસિસ કરી અપાશે, જેમાં ખાનગી હોસ્પિટલ કરતાં અડધાં અથવા તેનાથી ઓછાં દરે સારવાર અપાશે.

ત્યારે આગામી સમયમાં તમામ વોર્ડમાં અથવા બે વોર્ડ વચ્ચે એક તે રીતે PPP ધોરણે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. જોકે, દાણીલીમડા વિસ્તારમાં મ્યુનિસિપલની ચેપીરોગ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર મ્યુનિ. દ્વારા જ ચલાવવામાં આવી રહ્યું છે. તેનાં સિવાય ચેરમેને વધુમાં કહ્યું કે, SVP હોસ્પિટલમાં આધુનિક સાધનો સાથેની લેબોરેટરીનો શહેરીજનોને લાભ મળે તે માટે 25 મી ઓક્ટોબરથી 1067 પ્રકારનાં ટેસ્ટ ખાનગી લેબોરેટરી કરતાં અડધા ભાવે કરી આપવામાં આવશે. જોકે, આ યોજના 6 મહિના સુધી અમલી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here