Home ટૉપ ન્યૂઝ નેશનલ હાઉસિંગ બેંકમાં સીધી ભરતી, સાડા 3 લાખ પગાર!

નેશનલ હાઉસિંગ બેંકમાં સીધી ભરતી, સાડા 3 લાખ પગાર!

121
0

નેશનલ હાઉસિંગ બેંકમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. આ ભરતી વિવિધ પોસ્ટ પર કરવામાં આવશે. જો તમે આ નોકરી મેળવવા માંગતા હોવ તો આ સમાચારને છેલ્લે સુધી વાંચો.

નેશનલ હાઉસિંગ બેંકમાં વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે. ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટેની નોટિફિકેશન 14 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2023 છે. આવેદન કરવા માટે તમે https://nhb.org.in/ વેબસાઇટની મુલાકાત લઇ શકો છો. રાષ્ટ્રીય આવાસ બેંક દ્વારા સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર તથા પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર માટે અરજી મંગાવવામાં આવી છે.

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસરની 20 જગ્યા અને પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસરની 20 જગ્યા પર ભરતી કરવામાં આવશે. નેશનલ હાઉસિંગ બેંકની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભથ્થાઓનો લાભ પણ મળશે.

સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસરની પોસ્ટ માટે રૂપિયા 3,50,000 અને પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસરની પોસ્ટ પર રૂપિયા 2,50,000નો પગાર આપવામાં આવશે. NHB બેંકની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણ તથા અનુભવને આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારબાદ તેમની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નેશનલ હાઉસિંગ બેંકની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://nhb.org.in/ પર જાઓ
  • Opportunities ના સેકશનમાં જાઓ ત્યાં તમને ભરતીની જાહેરાત જોવા મળશે.
  • હવે Click here to apply ના બટન પર ક્લિક કરો
  • એટલે તમે https://ibpsonline.ibps.in/ પહોંચી જશો ત્યાં રજીસ્ટ્રેશન કરી લો અને ત્યારબાદ આઈડી પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન માધ્યથી ફી ચૂકવી દો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here