Home Trending Special G20 ને લઇ દિલ્હીમાં વિદેશી મહેમાનોનો ધમધમાટ …. , PM મોદી કરશે...

G20 ને લઇ દિલ્હીમાં વિદેશી મહેમાનોનો ધમધમાટ …. , PM મોદી કરશે મંત્રણા

117
0

G20 સમિટ 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી છે. જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં નવી દિલ્હીમાં G20 વિદેશી મહેમાનોના આગમનની શરુઆત થઇ ગઇ છે. વાત કરીએ તો ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ભારત પહોંચી ગયા છે. જેમનું કૃષિ રાજ્યમંત્રી શોભા કરંદલાજે સ્વાગત કર્યું હતું. આ સમિટમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સિવાય અન્ય 9 દેશને સમિટમાં મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

મળતા સમાચાર પ્રમાણે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝને કોરોના સંક્રમિત થયા છે. તે G20 સમિટમાં ભાગ લેશે નહીં. તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો સેન્ટામરિયા અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસ ભારત આવશે. તેમજ બ્રિટિશ PM ઋષિ સુનક અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાંજે ભારત આવશે.

સુત્રોથી માહિતી પ્રમાણે આજે એટલે 8 સપ્ટેમ્બરની રાત સુધીમાં G-20 સમિટ માટે 4 દેશોના 5 રાષ્ટ્રીયધ્યક્ષો દિલ્હી પહોંચશે. તેમાંથી ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા દિલ્હી પહોંચી ગયા છે. તેમાં બ્રિટિશ PM ઋષિ સુનાક , જાપાનના PM ફિમિતો કિશિદા, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ચીનના વડાપ્રધાન લી કેયાંગ, UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન આવવાના છે..

 ત્યારે G20 સમિટ માટે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ આજે સવારે ભારત આવી પહોંચ્યા હતા. તેમજ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનૌથ અને નાઈજીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુ પણ આવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુનું સ્વાગત મરાઠી ધૂન સાથે કરવામાં આવ્યું હતું. તેઓ G20માં ગેસ્ટ તરીકે સામેલ થવા પહોંચ્યા છે.

રક્ષા સૂત્રો તરફની માહિતી પ્રમાણે G20 સમિટને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના દિલ્હી સહિત સમગ્ર દેશમાં એર સ્પેસ પર નજર રાખવા માટે તેના ફાલ્કન AWACS એરક્રાફ્ટનું સંચાલન કરશે.  G20 સમિટનો એકમાત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ ભારતીય સંગીતના સમૃદ્ધ વારસા અને શક્તિને દર્શાવવા માટે ભારત સંગીત દર્શનમ કાર્યક્રમ હશે. ‘ગાંધર્વ ઓટોદ્યમ’ નામનો આ કાર્યક્રમ ત્રણ કલાકનો રહેશે. જેમાં હિન્દુસ્તાની સંગીત, કર્ણાટક સંગીત અને ભારતીય લોકસંગીતમાં વપરાતા તમામ પરંપરાગત વાદ્યોને એકસાથે રજૂ કરવામાં આવશે. જેમાં 78 કલાકારો ભારતના 78 પરંપરાગત વાદ્યો વગાડશે. 78 વાદ્યોમાં 34 હિન્દુસ્તાની, 18 કર્ણાટિક અને 26 લોક સંગીતનાં સાધનોનો સમાવેશ થાય છે.આમાં ફિલ્મી ધૂનનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સમાપનમાં તમામ 78 વાદ્યો વડે વગાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here