પંચમહાલ જિલ્લામાં પોતાની મુછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની જૈફ વયે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. જે સમાચારના પગલે પરિવારજનો સહિત રાજકારણીઓમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
પંચમહાલમાં બાહુબલી નેતા તરીકે જાણીતા પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ 15 જૂન 1941 ના રોજ પંચમહાલ જીલ્લામાં થયો હતો. ચૌહાણે તેમનું શાળાકીય શિક્ષણ કે.કે. હાઇસ્કુલ પંચમહાલ વેજલપુર ખાતેથી પૂર્ણ કર્યું હતું, તેઓએ SSC એટલે કે 10 સુધીનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં જોડાયા એ પહેલાં, તેઓ એક કૃષિવિદ, શિક્ષણવિદ ઉપરાંત એક સામાજિક કાર્યકર હતા.
તેઓએ ગુજરાતના પંચમહાલ નિર્વાચન ક્ષેત્રેથી પ્રિતિનિધિત્વ કર્યું તેમજ તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજકીય પક્ષના સભ્ય હતા. તેઓએ સામાજિક સમાનતા તેમજ ગ્રામિણ વિકાસ માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા અને શ્રમદાનમાં ભાગ લીધો હતો, આ ઉપરાંત નિરક્ષરતા,વસ્તી, કુપોષણ, મદ્યપાન, વગેરે જેવા ગ્રામીણ સમુદાયોમાં પ્રસરેલા વિવિધ દુષણનો ગહન અભ્યાસ કર્યો છે. પ્રભાતપસિંહ ચૌહાણ ધાર્મિક પુસ્તકો અને વર્તમાનપત્રો વાંચવાનું પસંદ કરતા હતા. તેઓ લાંબી કૂદ તેમજ કબડ્ડી જેવી રમતોમાં ખાસ રુચિ ધરાવતા હતા. એક “ફિટનેસ ફ્રીક” ઉપરાંત યોગ અને વ્યાયામ કરવાનું તેઓ પસંદ હતું
રાજનીતિમાં પ્રભાતસિંહ ચૌહાણની સફર :
2014 માં
પ્રભાતસિંહ 16 મી લોકસભામાં (બીજી વખત) ફરી ચૂંટાયા હતા.
2009 – 2014
ફાયનાન્સ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ એડવાઇઝરી કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા.
2009
તેઓ પંચમહાલ નિર્વાચન ક્ષેત્રે 15મી લોકસભા માટે ચૂંટાયા હતા.
2004
ગુજરાત રાજ્ય સરકાર હેઠળ ગાય ઉછેર, દેવસ્થાનમ તેમજ યાત્રાધામના રાજ્યમંત્રી તરીકે ચૂંટાયા.
2002-07
ગુજરાત સરકાર હેઠળ આદિજાતિ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ચૂંટાયા હતા.
1997-02
ગુજરાત સરકાર હેઠળ વન અને પર્યાવરણ ઉપમંત્રી બન્યા.
1980-90
તેઓ કાલોલ ચૂંટણી જીત્યા અને ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય (બે વખત) બન્યા હતા.
1980-90
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય બન્યા હતા.
1980 – 2012
પ્રભાતસિંહ ચૌહાણ આ સમયગાળા દરમિયાન સરપંચ હતા.
31 Aug. 2009 – 2014
કેમિકલ્સ અને ખાતર સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા.
1 Sep. 2014
સદનની બેઠકો પર ગેરહાજર સભ્ય સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા. તદુપરાંત તેઓને નાણાં અને કોર્પોરેટ અફેર્સ કમિટિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળ એડવાઇઝરી કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
અગાઉનો ઇતિહાસ
1962-72
તેમણે 13,000 કિમી લાંબી ધાર્મિક કૂચમાં ભાગ લીધો હતો.
તેઓ તેલીબિયાં ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ મહેલોલ , કથોડિયા ઉધવાન સિંચાઈ યોજનાના ઉપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
એમ.એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલના સભ્ય હતા. 1962-72 માં 13 હજાર કિમી ધાર્મિક કૂચમાં ભાગ લીધો હતો. પંચમહાલના આકડી મૂછો વાળા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણ ટૂંકી માંદગી બાદ 83 વર્ષે અંતિમ શ્વાસ લીધા, આવતીકાલે 10 વાગ્યે અંતિમયાત્રા નીકળશે.