આસામમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેઓ ભારત જોડો ન્યાય યાત્રા નો નેતૃત્વ કરી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી તે આસામમાં છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા સામે હિંસા ઉશ્કેરણી જાહેર સંપતિને નુકસાન પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી હિમંતા વિશ્વા શર્માની સૂચના મુજબ FIR નોંધવામાં આવી છે. રાહુલ ગાંધી ઉપરાંત કનૈયા કુમાર વેણુગોપાલ અને અન્ય નેતાઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સીએમ શર્મા અને રાહુલ ગાંધી વચ્ચે જોરદાર દલીલબાજી ચાલી રહી છે.
આ દિવસોમાં રાહુલ ગાંધી તેમના બધા નિવેદનમાં સીએમ શર્મા પર ભ્રષ્ટનો આરોપ લગાવી રહ્યા છે. તેમના નેતૃત્વમાં આસામના યુવાનોને નોકરી નથી મળી રહી અને ખેડૂતોને બહુ મુશ્કેલી પડે છે અને રાહુલ ગાંધીનું તેવું પણ કહેવું છે કે સીએમ શર્મા ના નેતૃત્વમાં આસામની સ્થિતિ દયાનીય થઈ ગઈ છે. આજે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં તેમને આરોપ લગાવ્યો છે કે તેમને આસામમાં ન્યાય યાત્રાને અવરોધોમાં આવી રહી છે અને તેવું કહી સીએમ શર્માને ભ્રષ્ટ ગણાવ્યા. અને રાહુલ ગાંધીએ તેવું પણ કહ્યું છે જ્યારે તે લોકો સાથે વાત કરે છે ત્યારે તેઓ મુખ્યમંત્રી વિશે ફરિયાદ કરે છે તેમને કહ્યું કે આસામમાં ઘણી બેરોજગારી ભ્રષ્ટાચાર અને મોંઘવારી છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ સામે કેમ દાખલ કરવામાં આવી FIR?
આસામ પોલીસે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીની મુલાકાત માટે જે રૂટ નક્કી કરાયેલો તેના સિવાય તમને અલગ રસ્તો અપનાવ્યો હતો. તેમને અગોતરી સુરક્ષા પણ આપવામાં આવી હતી આસામ પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે યાત્રા એન એચ 27 પર ખાનપરા ટ્રાફિક પોઇન્ટ પાસે પહોંચી ત્યારે વહીવટી તંત્રને એ જાણીને આશ્ચર્ય થયું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ પુનાઈ સડયંત્રના ભાગરૂપે બીડી ને ઉશ્કેરી અને ગુહાટી તરફના માર્ગ પર પડ્યા. આસામ પોલીસે જણાવ્યું હતું કે ભીડ ખૂબ જ બેકાબૂ અને હિંસક બની હતી અને ગેરકાયદેસર ગુહાવટી શહેર તરફ આગળ વધતી રહી. અને આસામ પોલીસ નું તેવું પણ કહેવું છે કે કોંગ્રેસના કાર્યકરો એ જીએસ રોડ પર બેરીકેટ તોડીને પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસ કર્મીઓ દ્વારા ના પાડવા છતાં પણ રોકાયા ન હતા.