Home દુનિયા તહેવારો નજીક છે અને સોનાના બજેટની ચિંતા છે ? જાણો આ મહિનામાં...

તહેવારો નજીક છે અને સોનાના બજેટની ચિંતા છે ? જાણો આ મહિનામાં સોનાનાનો ભાવ

66
0

સોનું એ રોકાણનું એક માધ્યમ છે જે માત્ર ખરીદી સમયે જ નહીં પણ વર્ષો પછી પણ સારું વળતર આપવામાં સક્ષમ છે. હાલમાં સોનાના વૈશ્વિક ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે અને આ દરમિયાન સોના-ચાંદીના ઘરેણાં, ભેટની વસ્તુઓ, સિક્કા વગેરેની ખરીદી કરવામાં આવે છે. હાલ સ્થાનિક બજારમાં સોના-ચાંદીની ચમક વધી છે, પરંતુ વૈશ્વિક બજારમાં સોનું ઓલટાઇમ હાઈ પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ $2000ને પાર કરી ગયા છે અને આ ઓક્ટોબર 2023માં થઈ ચૂક્યું છે. આ વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગયા વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સોનામાં તેજીનો સમયગાળો જોવા મળ્યો હતો અને હવે મધ્ય પૂર્વમાં સંઘર્ષ અને તણાવના કારણે રોકાણકારોનો ગોલ્ડન મેટલમાં વિશ્વાસ ફરી વધી રહ્યો છે. સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે અને વર્તમાન સંજોગોમાં લોકો ફરીથી સોના તરફ આકર્ષાઈ રહ્યા છે.વર્ષ 2023ની વાત કરીએ તો આ વર્ષે જાન્યુઆરીથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં, સોનાનો વૈશ્વિક દર $1823 પ્રતિ ઔંસ હતો, જ્યારે મે 2023 સુધીમાં, સોનાનો દર $2051 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. જોકે ઓક્ટોબરમાં સોનાના ભાવ ફરી એકવાર ઘટીને $1820 પ્રતિ ઔંસ થઈ ગયા હતા, આ ભાવ 4 ઓક્ટોબર, 2023ના છે. આ પછી, સોનામાં જોવા મળેલો ઉછાળો ખૂબ જ આશ્ચર્યજનક હતો અને 25 દિવસમાં, સોનું ફરી એકવાર 2005 ડોલર પ્રતિ ઔંસના દરે આવી ગયું.વાત કરીએ તો હાલ સોનાના વૈશ્વિક ભાવનો તો સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે અને તે વધીને $2,016.70 પ્રતિ ઔંસના દરે પહોંચી ગયો છે. હાલમાં સોનામાં પ્રતિ ઔંસ $5.65 નો વધારો જોવા મળી રહ્યો છે અને તે $2004.20 પર યથાવત છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here