વાઈરલ વિડીયો : બ્યૂટીફુલ અવાજથી મંત્રમુગ્ધ કરતાં એવા સિંગર આતિફ અસલમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં Atif ના પર્ફોમન્સ દરમિયાન કોઇ ફેન્સ દ્વારા પૈસા ઉડાડવામાં આવ્યા હતા. જ્યાં ફેન્સને રિકવેસ્ટ કરી સિંગરે પૈસા લઇ લેવાનું કહ્યું હતું.
પાકિસ્તાની સિંગર આતિફ અસલમ તેનો અવાજ ફેંસને દીવાના બનાવી લે છે. તેમના કોન્સર્ટમાં વિશ્વભરના લોકો તેમને સાંભળવા આવે છે. જ્યાં ફેન્સ સિંગર પ્રત્યે તેમનો પ્રેમ કંઇક અલગ જ રીતે દર્શાવતાં હોય છે. ત્યારે તાજેતરમાં આતિફ અસલમ એક પ્રોગ્રામમાં હતા દરમિયાન એક ફેન્સે તેમની પર પૈસા ઉડાડતાં હોય તેવો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ રહ્યો છે.
આતિફ અસલમ વિડિયો:
સિંગર આતિફ અસલમના LIVE કોન્સર્ટમાં એક ચાહકે આતિફ અસલમ પર પરફોર્મન્સના પૈસા ફેંક્યા. બાદમાં ગાયકે તેણે સારી રીતે સમજાવી વિનંતી કરી પૈસા પરત લઇ જવાનું કહ્યું હતું. ત્યારે આતિફનો આ વીડિયો વાયરલ થતા જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.
આતિફે ફેન્સને પાઠ ભણાવ્યો
જ્યારે ચાહકો આતિફ પર પૈસા ફેંકે છે, ત્યારે તે શોની વચ્ચે પોતાનું સિંગિગ રોકીને સ્ટેજ પર બોલાવીને આતિફે કહ્યું- મારા મિત્રો, આ પૈસા ચેરિટીમાં દાન કરો, મારા પર ફેંકશો નહીં. આ માત્ર પૈસાનું અપમાન છે. ત્યારે આતિફના આ વીડિયો પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.