કોલેજના ડીને કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમના વિચિત્ર આદેશને લઈને મેડિકલ કોલેજના લેડી ડોક્ટર્સ, સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં નારાજગી છે.
કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. તબીબોથી લઈને સામાન્ય નાગરિકો આ જઘન્ય અપરાધ કરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. રાત્રીના સમયે બનેલી આ ઘટનાને કારણે ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં ડોક્ટરો પણ પોતાની સુરક્ષા માટે વિરોધ કરી રહ્યા છે.
આ બધા પછી ગુજરાતની એક મેડિકલ કોલેજે મહિલા ડોક્ટરો અને સ્ટાફ માટે એક વિચિત્ર પરિપત્ર બહાર પાડ્યો છે.
રાજ્યની ગાંધીનગર મેડિકલ કોલેજના ડીને મહિલા તબીબોને સુરક્ષા આપવાને બદલે પોતાની સંભાળ રાખવા જણાવ્યું છે. આ વિચિત્ર આદેશ કોલેજની મહિલા ડોકટરો અને ગર્લ સ્ટુડન્ટ્સ માટે જારી કરવામાં આવ્યો છે. તેમણે તમામને મોડી રાત્રે બહાર ન નીકળવાની સૂચના આપી છે. મેડિકલ કોલેજના ડીનનો આ આદેશ મહિલા ડોકટરો, સ્ટાફ અને વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને ચિંતાનું કારણ બની ગયો છે.
ડીનનો વિચિત્ર પરિપત્ર
ગાંધીનગર મેડીકલ કોલેજના ડીન ડો.શોભના ગુપ્તાએ પરિપત્ર બહાર પાડીને મહિલા ડોકટરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફને રાત્રે બહાર ન નીકળવા અને જરૂર જણાય તો કોઈને સાથે લઈ જવા જણાવ્યું છે. છાત્રાલયમાં પણ મહિલા કે જાણીતા સહકર્મચારી સાથે રહો. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાય તો મહિલા હેલ્પલાઈન 181 પર તાત્કાલિક ફોન કરો.લેડી ડોક્ટર, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ગુસ્સે
ગુજરાતના ગાંધીનગર સ્થિત રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કોલેજના ડીન ડૉ.શોભના ગુપ્તાના પરિપત્રને લઈને કોલેજના લેડી ડોક્ટરો અને વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ડીન ધ્વારા તેમની સુરક્ષા માટેની વ્યવસ્થા નો ક્યાય ઉલ્લેખ નથી. ઉલટાનું તેમને સૂચના આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે ઈમરજન્સીમાં ગમે ત્યારે બહાર જવું પડે છે. આવી સ્થિતિમાં એકલા જવું પડે છે. મેડિકલ કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ. તે આ જવાબદારી માંથી છુટવા ફરે છે તેમનું કહેવું છે કે કોલેજ મેનેજમેન્ટે સમગ્ર કેમ્પસમાં સુરક્ષા કડક કરવી જોઈએ અને બેકાબૂ તત્વોના પ્રવેશ પર નજર રાખવી જોઈએ.