Home આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામ યોજાયો

સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામ યોજાયો

166
0

રાજ્ય સહિત આણંદ જિલ્લામાં સાઇબર ક્રાઇમ વધી રહેતાં પોલીસ વિભાગ એલર્ટ બની છે. જિલ્લામાં અવાર નવાર ક્રાઇમના બનાવો બનતા હોય છે. જેને અટકાવવા માટે પોલીસ વડાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. જે માટે લોકોમાં જાગૃતિ લાવવા સારૂ સાઇબર ક્રાઇમ એવરનેસનો કાર્યક્રમ યોજાયો હતો.

આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવીણ કુમારનાઓએ દિન પ્રતિદિન સાઇબર ક્રાઇમના બની રહેલા બનાવો અટકાવવા અને નાગરીકોમાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ P.I. સી.પી.ચૌધરીનાઓના માર્ગદશન હેઠળ 25 ઓક્ટોબર 2023 ના રોજ NSS,NCC & women cell તથા Inner Wheel Club Anand -306 દ્વારા એન.એસ. પટેલ આર્ટસ કોલેજ આણંદ  ખાતે સાઇબર ક્રાઇમ અવરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન WPSI બાથમ , ASI મુસ્તકીમ મલેક તથા સાઇબર પ્રમોટર વિરેન જોષી દ્વારા સાઇબર અવેરનેસ (જાગૃતતા) બાબતે માહિતી આપવામાં આવી હતી., તેમજ સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 વિશે માહિતી આપવામાં આવેલ હતી. તેમજ અત્યારે પોલીસ પણ સ્માર્ટ છે તેમજ હંમેશા પ્રજાની મિત્ર છે તેની સંપૂ્ણપણે માહિતી અપાઇ હતી. વિદ્યાર્થીઓનો પ્રશ્નપત્ર દ્વારા ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં NSS,NCC & women cell,Inner Wheel Club Anand -306  ની બહેનો તથા 120 જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here