ગોધરા ખાતે આવેલી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિન્ઝોલ ખાતે બે દિવસીય બાયોટેકનું ઇન્ટરપ્રિનરશીપ અવેરનેસ કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમના સમાપન સમારોહના અધ્યક્ષ અને મુખ્ય અતિથિ કુલપતિ પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ એ વિદ્યાર્થીઓને ખાસ એન્ટરપ્રિનર બનવા સૂચન કર્યું હતું. પોતાની આગવી શૈલીમાં વિવિધ કેસ સ્ટડી અને મહાનુભાવોના દાખલાઓ આપીને વિદ્યાર્થીઓને પોતાનું બિઝનેસ મોડલ કેવી રીતે ગ્રો કરી શકાય તે અંગે શીખવા જાગૃત કર્યા હતા.
બે દિવસથી ટ્રેનિંગમાં GSBTM ના ડો.દક્ષાબેન સખીયા, એન્ટરપ્રેનર ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના લો સચિન પટેલ ઉપરાંત જુનેદ શેખ અને કૃણાલભાઈ ધોલીયા સહિતના ખૂબ જાણીતા વક્તાઓના બૌદ્ધિક સેશન્સ આયોજિત થયા હતા. જેમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની વિવિધ કોલેજો અને ભવનોના બાયો સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. સમગ્ર પ્રોગ્રામમાં કન્વીનર તરીકે ડો મોનિક જાની સાહેબે કો કન્વીનર તરીકે ડો પ્રણવ મિશ્રા એ જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સાયન્સ કોલેજ ગોધરાના ડો રૂપેશ એન નાકરે કર્યું હતું. આભાર વિધિ સિગ્મા ઇન્સ્ટિટયૂટ બરોડાના ડો પ્રિયંકા સિંદે કરી હતી.