Home રમત-ગમત BCCI એ કર્યો નિર્ણય …. ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકરની...

BCCI એ કર્યો નિર્ણય …. ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકરની પસંદગી….

234
0

ભારતીય ક્રિકેટ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડે દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકરને ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે પસંદગી કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરી છે. અગરકર, અશોક મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિની સાથે વર્ચુઅલ ઈન્ટરવ્યૂમાં સામેલ થયા. ત્યારબાદ તેની વરિષ્ઠ પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષના રૂપમાં નિમણૂંકને મંજૂરી મળી ગઈ. નોંધનીય છે કે ચેતન શર્માના રાજીનામા બાદ ચીફ સિલેક્ટરનું પદ ખાલી હતું. બોર્ડે હાલમાં અરજી મંગાવી હતી. અગરકરે જ્યારે આ પદ માટે અરજી કરી, ત્યારે તેમને રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા હતા.

અગરકરે ભારત માટે 26 ટેસ્ટ, 191 વનડે અને 4 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. અગરકર 1998થી 2007 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 349 વિકેટ ઝડપી હતી અને આ દરમિયાન 1855 રન બનાવ્યા હતા. અગરકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક સદી પણ નોંધાયેલી છે.

અગરકર આ પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. પરંતુ થોડા દિવસો પહેલા અગરકરે દિલ્હી કેપિટલ્સ છોડી દીધી હતી. આ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે અગરકરને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવશે. આવતા મહિને રમાનારી એશિયા કપ પહેલા અજીત અગરકરની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપને લઈને અજીત અગરકરની ભૂમિકા મહત્વની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here