Home આણંદ પેટલાદમાં સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલ ધી વેસ્ટર્ન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ઉજવણી...

પેટલાદમાં સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલ ધી વેસ્ટર્ન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ઉજવણી …

207
0

પેટલાદ ખાતે આવેલી સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલની વેસ્ટર્ન ઇંગ્લીશ મીડિયમ સ્કુલના 17 માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પદ્મ ભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક નાટીકાઓ અને મનમોહક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ શાળાના બાળકોને જણાવ્યું હતું કે મિત્રતામાં મિત્રનો સાથ આપવો એ ખૂબ જ જરૂરી છે, પરંતુ જે મિત્રને કુટેવ અને કુમાર્ગ પર જતા અટકાવે છે તે જ સાચો મિત્ર હોય છે. તેમણે આજના બાળકો આપણા દેશનું એવું યુવાધન છે જે દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે તેમ જણાવી ઉપસ્થિત વાલીઓને અનુરોધ કરતાં કહયું હતુ કે, આજના વાલીઓ માટે ખૂબ જ જરૂરી છે કે તેઓ પોતાના બાળકની સાથે મિત્રતા કેળવે અને બાળકની મનોસ્થિતિ સાથે તાલમેલ કેળવીને તેનો સાથ આપે જેથી બાળક ભૂલથી પણ કોઈ કુટેવમાં ના સપડાઈ જાય. વાલીઓ પોતાના બાળકોના મિત્ર બનશે તો બાળક કોઈ ડર રાખ્યા વિના પોતાના મનની વાત કરી શકશે જેથી બાળકની કુટેવના માર્ગે જવાની શક્યતાઓ નહિવત થઇ જશે.

વધુમાં મંત્રીએ જિલ્લામાં ડ્રગ્સના દુષણને નાથવા આણંદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ અન્ય તમામ ગુનાઓ સામે જે રીતે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ અને નાગરિકોની પડખે ઊભા રહીને જિલ્લામાં કાયદા અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવામાં આવ્યું છે તે માટે જિલ્લા પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજીએ સંતુલિત દાંપત્યજીવનનો આધાર સ્ત્રી અને પુરુષ બંનેની પરસ્પર સમજણ અને સહકાર પર નિર્ભર કરે છે પરંતુ સફળ દાંપત્યજીવનમાં સ્ત્રીઓનું યોગદાન ખૂબ જ મહત્વનું હોય છે તેમ જણાવ્યું હતું. સ્વામીશ્રીએ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક નાટિકાઓ અને મનોરંજક કૃતિઓની પ્રશંસા કરી શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને દાતાઓને શાળામાં યોગદાન આપવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર, પ્રાંત અધિકારી પી.આર.જાની, દાતાઓ , ટ્રસ્ટી તેમજ અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં શાળાના બાળકો તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here