આણંદ જિલ્લામાં તાજેતરમાં 180 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચની બેઠક માટે 716 ઉમેદાવારો અને 1053 સભ્યની બેઠકો માટે 2580 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલ ખેલાયો હતો. જેમાં જીતેલ ઉમેદવારો આગામી દિવસોમાં પદભાર સાંભળી લેશે. જોકે, હાલ ભારતીય સંસ્કૃતિ અનુસાર કમુરતાની સમય ચાલતો હોય ઉત્તરાયણ બાદ જ આ સભ્યો અને સરપંચ પદભાર સાંભળશે તેવા અહેવાલ છે. મહત્વનું છે કે, આ સાથે ડે.સરપંચની ચૂંટણી પણ યોજાશે. જેને લઈ ગ્રામ્ય રાજકારણ હાલ ગરમાયેલું છે.
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામ બાદ હવે આગામી 17થી 19 જાન્યુઆરી દરમિયાન ડે.સરપંચની ચૂંટણીને લઈ ગ્રામ્ય રાજકારણ ધમરોળાયું છે. રાજકીય આગેવાનો પણ આ ચૂંટણીમાં ખાસ રસ લઈ રહ્યા છે. જ્યાં સરપંચ પોતાનો ન હોય ત્યાં ઉપસરપંચ પોતાનો ચૂંટાય તે માટે અને જ્યાં સરપંચ પોતાનો છે ત્યાં ઉપસરપંચ પણ વિરોધી ન આવે અને પોતાનો માનીતો આવે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
મહત્વનું છે કે, આણંદ ગ્રામ પંચાયતના અધિનિયમ મુજબ પરિણામ જાહેર થયા બાદ 30 દિવસની અંદર ગ્રામ પંચાયતની સભા બોલાવી ઉપસરપંચની ચૂંટણી યોજાય છે. સરપંચ સહિત નવા ચૂંટાયેલા સભ્યોને પદભારનો ચાર્જ સોંપવામાં આવે છે. જિલ્લામાં ગત 21મી ડિસે. પરિણામ જાહેર થયા હતા. જેથી 21 જાન્યુઆરી સુધીમાં નવા સરપંચ અને સભ્યોએ પદભાર સાંભળી લેશે. તેમજ ડે.સરપંચની ચૂંટણી પણ તે પહેલાં જ યોજાઈ જશે.
મહત્વનું છે કે, આણંદ જિલ્લામાં ગ્રામ સામાન્ય ચૂંટણી થઈ ગઈ હોય તેવી તમામ ગ્રામ પંચાયતોમાં ડે. સરપંચની ચૂંટણી અંગેની તૈયારીઓ થઈ ગઈ છે. જે તે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી પંચાયત અધિનિયમ મુજબ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી જિલ્લા અધિકારીને જાણ કરી રહ્યા છે. આ મુજબ આગામી 17થી 21 તારીખ વચ્ચે ડે. સરપંચની ચૂંટણી યોજવાની તારીખ નક્કી કરાઈ છે.
જે અંગે મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લામાં ડે. સરપંચ માટે ઉમરેઠ તાલુકામાં 17, 18 અને 19 જાન્યુઆરી, અંકલાવ અને પેટલાદમાં 17 અને 18 જાન્યુઆરી, સોજીત્રામાં 21 જાન્યુઆરી, તારપુરમાં 18 અને 19 જાન્યુઆરી, જ્યારે ખંભાતમાં 17 અને 24 જાન્યુઆરીની ચૂંટણી યોજવાનું નક્કી કરાયું છે. જ્યારે
◆◆◆◆◆
( આણંદ અને બોરસદ તાલુકા)માં હજુ તારીખ પણ એક બે દિવસમાં નક્કી કરાશે. એ બાબત નોંધનીય છે કે, ઉત્તરાયણ બાદ કમુરતા ઉતરતા તમામ ગ્રામ પંચાયતોમાં નવા સરપંચ અને ડે. સરપંચ તેમજ સભ્યો પદભાર સાંભળી લેશે.