Home કાલોલ કાલોલની અમ્રિત વિદ્યાલય પંચમહાલ જિલ્લામાં વિશ્વ કક્ષાના વિચારો અને પ્રથાઓ લાવવામાં અગ્રેસર...

કાલોલની અમ્રિત વિદ્યાલય પંચમહાલ જિલ્લામાં વિશ્વ કક્ષાના વિચારો અને પ્રથાઓ લાવવામાં અગ્રેસર રહી …

58
0

પંચમહાલના કાલોલમાં અમ્રિત વિદ્યાલય ખાતે ડિસેમ્બર 2023 માં અમ્રિત માર્ગદર્શન એક આંતરરાષ્ટ્રીય કારકિર્દી ફેસ્ટનું આયોજન કર્યું હતું, અને આ વર્ષે તેઓ અમ્રિત પરિવાર ખેલ ઉત્સવ લાવ્યા છે જે એક મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાઈ હતી.આ એક અનોખી ઇવેન્ટ માં શાળા ના વિદ્યાર્થીઓ ના વાલીઓએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે શારીરિક શિક્ષણ વિભાગના એચઓડી ડૉ. સુધીર શર્મા તેમજ રાજેન્દ્રસિંહ સોલંકી,  કૃણાલ વરિયા, જ્યોતરાદિત્ય સિંઘ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને સ્પર્ધકોને ઉત્સાહ વધાર્યો હતો.

આ ઉત્સવની શરૂઆત 10  ડિસેમ્બરે ક્રિકેટ અને બેડમિન્ટન સાથેના પ્રારંભિક રાઉન્ડ સાથે થઈ હતી. ૧૭ મી ડિસેમ્બરે સેમિફાઇનલ રાઉન્ડ શરૂ થતાં સ્પર્ધા વધુ તીવ્ર બની હતી કારણ કે ગ્રાન્ડ ફિનાલેમાં ટીમો અને વ્યક્તિઓ એક પ્રમુખ સ્થાન માટે રમી રહ્યા હતા. 24 મી ડિસેમ્બરે યોજાયેલ ગ્રાન્ડ ફિનાલે ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવ્યું હતું.એથ્લેટિક્સ, બેડમિન્ટન અને ક્રિકેટની ફાઈનલોએ રસાકસી રીતે રમાઈ હતી. જે સમગ્ર શાળાના મેદાનમાં ઉપસ્થિત પ્રેક્ષકો એ સહુનો ઉત્સાહ વધ્યો હતો.

વિવિધ રમતો માટે ક્રિકેટ ની રમતમાં બ્લુ હાઉસ જેમાં મેન ઓફ ધ મેચ તરીકે રૂચિર શાહ,બેડમિન્ટન- પુરુષો ની રમતમાં બ્લુ હાઉસ ના રૂચિર શાહ ,બેડમિન્ટન  મહિલા ની રમતમાં યલો હાઉસ ના  ડૉ વાસુ પંડ્યા એથ્લેટિક્સ પુરુષો ની રમતમાં બ્લુ હાઉસ  રૂચિર શાહ એથ્લેટિક્સ મહિલાઓ ની રમતમાં બ્લુ હાઉસ- નેહા મહુવાલા વિજેતાઓ છે. આ તમામ વિજેતાઓ આને શાળા ના તેજસ્વી વિદ્યાર્થીઓને આ પ્રસંગે પુરસ્કાર આને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here