Home આણંદ AIMIS દ્વારા “વિકસિત ભારત” વિષયે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન

AIMIS દ્વારા “વિકસિત ભારત” વિષયે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન

67
0

તારીખ ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ઓનલાઈન માધ્યમથી AIMIS – આણંદ તથા NICM SJPI – ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે “Viksit Bharat: Pathways to Economic Reforms and Sustainable Development” વિષયે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં મુખ્ય અતિથિ: ડૉ. જીગર ઇનામદાર (દિલ્હી યુનિવર્સિટી), કાર્યક્રમ ના અધ્યક્ષ: શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, માન. સચિવ, શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, આંતરરાષ્ટ્રીય સ્પીકર: પ્રો. ડૉ. માઈકલ શોપ્શાયર, કેલિફોર્નિયા યુનિવર્સિટી, યુ.એસ.., મુખ્ય વક્તા: ડૉ. ગોવિંદ દવે (યુ.એસ..), શ્રી પાર્થ કોટેચા (વાઇસ પ્રેસિડન્ટનોબેલ યુનિવર્સિટી), શ્રી દિનેશ સુથાર (ચીફ એક્ઝિક્યુટિવ GUJCOMASOL) તથા શ્રી ફૈસલ ઇકબાલ ભેસાણીયા (યુકે ન્યાય મંત્રાલય) હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં ચાર ટેકનીકલ ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી ટ્રેક પોસ્ટર પ્રસ્તુતિ (૧ ઓનલાઈન ૧ ઓફલાઇન) તથા ૩ ટ્રેક રીસર્ચપેપર પ્રસ્તુતિ યોજાયા હતા. જેમાં વિવિધ વિષયો ના કુલ ૨૩ પોસ્ટર તથા ૪૮ કુલ રીસર્ચપેપર પ્રેઝન્ટ કરવામાં આવ્યા. દરેક ટ્રેકમાં શ્રેષ્ઠ  પેપર અને શ્રેષ્ઠ પોસ્ટર એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન AIMIS ના ડિરેક્ટર પ્રો. ડૉ. રાજેશ રાઠોડ, એન.આઈ.સી.એમ. એસ.જે.પી.આઈ.ના ઇન્ચાર્જ ડિરેક્ટર પ્રો. ડૉ. જીગ્ના ત્રિવેદી અને પ્રો. ડૉ. બિંદીયા સોની (HoD-MBA, AIMIS)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ડૉ. કોમલ શુક્લા, ડૉ. અંકિતા બ્રહ્મભટ્ટ, ડૉ. કૃણાલ જોશી તથા શ્રી અમરીશભાઇ પટેલ (ટેકનીકલ હેડ) તથા બંને સંસ્થાના સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

શ્રી રામકૃષ્ણ સેવા મંડળના માનદ મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલે AIMIS તથા NICM SJPI ની સમગ્ર ટીમને તથાને AIMIS ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. એન. એન.પટેલ કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here