WHO ની ગાઇડલાઇન્સ પ્રમાણે હાલ સમગ્ર વિશ્વમાં અંદાજિત 110 થી વધારે દેશોમાં આ વર્ષે જાડા ધાન્યો એટલે કે મિલેટ યર ઉજવવાનું નક્કી થયેલ છે. ઉપરાંત સરકારનો પોષણ માસ પણ ચાલી રહ્યો છે. જેના સંદર્ભે 17 ઓક્ટોબરના દિવસે ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે “જાડા ધાન્યના વાવેતરથી મહિલાઓ તેમજ યુવાનોનું સશક્તિકરણ” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન થયું હતું.
આ સેમિનારમાં છ થી વધારે કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલના સિનિયર સાઇન્ટીસ્ટ અને ડાયરેક્ટર ડૉ. કનક લતાએ ખાસ યુવાનો અને મહિલાઓમાં જાડા ધાન્યોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોતાની આગવી શૈલીમાં રામાયણ અને મહાભારતના ઉદાહરણથી વિદ્યાર્થીઓને ઘઉં ઓછા કરી અને પોતાના ડાયટમાં જાડા ધાન્યો જેવા કે બાજરો, જુવાર, બંટી,કોદરો વગેરેને સામેલ કરવા માટે આહવાન કર્યું હતું. તેમણે જાડા ધાન્યો અથવા તો તેમને શ્રીધાન્યો પણ ગણવામાં આવે છે તેમ જણાવીને દરેક ધાન્યને વિદ્યાર્થીઓ પોતે ઓળખી શકે એ માટે પ્રદર્શન પણ ગોઠવ્યું હતું .જેનો વિદ્યાર્થીઓએ અને સ્ટાફ મિત્રોએ લાભ લીધો હતો.
કાર્યક્રમમાં ડૉ. નિકુંજ મેવાડા કે જે સરકારી આયુર્વેદ હોસ્પિટલ વેજલપુર પંચમહાલ ખાતે પોતાની સેવા આપી રહ્યા છે તેઓએ જણાવ્યું કે આયુર્વેદમાં પણ જાડા ધાન્યોનું ખૂબ જ મહત્વ છે. ઉપરાંત પોતાની જીવનશૈલી બદલવા અંગે પણ તેમણે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનું ધ્યાન દોર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો એમ બી પટેલ સાહેબે વિદ્યાર્થીઓને NSS કાર્યક્રમમાં વધુને વધુ ભાગ લેવા પ્રેરણા પૂરી પાડી હતી. ઓર્ગેનાઇઝિંગ સિક્રેટરી અને NSS P.O. ડો રૂપેશ એન નાકરે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું હતું. જ્યારે આભાર વિધિ સ્પોર્ટ્સ વિભાગના પી.ટી.આઈ અને NSS P.O. હંસાબેન ચૌહાણે કરી હતી.
અહેવાલ – કંદર્પ પંડ્યા , પંચમહાલ