Home અંબાજી દાંતા તાલુકાના માંકડી ખાતે સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ કાર્યક્રમનો સેમિનાર યોજાયો

દાંતા તાલુકાના માંકડી ખાતે સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ કાર્યક્રમનો સેમિનાર યોજાયો

76
0

દાંતા તાલુકાના માંકડી ખાતે સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ કાર્યક્રમનો સેમિનાર યોજાયો

12 ડિસેમ્બર 2023 ના રોજ દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલી રિહેન એચ. મહેતા વિદ્યાલય

માંકડીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ,પાલનપુર તથા દાંતા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સાઇબર ક્રાઈમ લોક જાગૃતિનો અતિ સુંદર સેમીનાર યોજાઈ ગયો..

આ કાર્યક્રમમાં સાઇબર ક્રાઇમ પીએસઆઇ શ્રી એમ.આર.મોદી તથા હેડ કોન્સ્ટેબલ શ્રી શૈલેષભાઈ લુવા એ સાયબર ફ્રોડના વિવિધ બનાવોમાં ફાઇનાન્સિયલ ફ્રોડ તેમજ સોશિયલ મીડિયા ફ્રોડ ના બનાવો જેવા કે ફેસબુક ફ્રોડ, કોન બનેગા કરોડપતિ ફ્રોડ, ન્યૂડ વીડિયો કોલ ફ્રોડ, લોન ફ્રોડ, કેવાયસી એપ ફ્રોડ, ફોરેન ગિફ્ટ પાર્સલ ફ્રોડ, કુરિયર બોય ફ્રોડ, ગૂગલ સર્ચ ફ્રોડ, વીજ કંપની ના ઓફિસર ના નામે મેસેજ થી થતું ફ્રોડ ઉપરાંત “ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી”અંતર્ગત પ્રશ્નોત્તરી દ્વારા બાળકોને સચોટ જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.. આ ઉપરાંત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર,દાંતા ખાતે થી ઉપસ્થિત કાઉન્સિલર જયાબેન વણઝારા એ પણ શાળાની બાલિકાઓને જાતીય સતામણીથી બચવા તેમજ કુરિવાજો થી મુક્ત થવા બાબતે અને ગુડ ટચ ,બેડ ટચ વિશે વિશેષ માહિતી પૂરી પાડી હતી.. આ કાર્યક્રમમાં દાંતા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી એન. બી. વાઘેલાની તેમજ માંકડી આઉટ પોસ્ટ ના કર્મચારી ગણ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી…

ખુબજ ઉત્તમ પ્રકાર ના તેમજ એક મોટીવેશનલ સ્પીકર જેવી શૈલી માં બાળકોને સાયબર ક્રાઈમ ને લગતી વિશેષ માહિતી હેડ કોન્સ્ટેબલ શ્રી શૈલેષભાઈ લુવા દ્વારા આપવામાં આવી હતી..

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુર દ્વારા સુંદર મજાનો અને આદિજાતિ વિસ્તાર માટે જરૂરી એવો લોક જાગૃતિ નો કાર્યક્રમ કરવા બદલ શાળાના આચાર્યશ્રી એ તમામ મહેમાનોને પુસ્તક અર્પણ કરી શાળાના આચાર્ય શ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિએ દરેક નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો..

અહેવાલ.. રોહિત ડાયાણી,,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here