જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૮-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ.માતર, મું.પો.સોખડા, તા.માતર, જી.ખેડા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો. ૮ પાસ, ૧૦ પાસ; ૧૨ પાસ; આઈ.ટી.આઈ-ફીટર, ટર્નર, ઇલેકટ્રીશીયન, મશીનિસ્ટ, વેલ્ડર, વાયરમેન, કારપેન્ટર, મિકેનિક, ડિપ્લોમા મિકેનિકલ તથા અન્ય કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક જેવી લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે.
ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF158426972 છે. રોજગાર સંદર્ભે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નં.૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
ઉમેદવારોએ આ ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જિલ્લા રોજગાર અધિકારી ખેડા-નડિયાદ દ્વારા જણાવાયું છે.