આણંદ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ નાઓએ દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપેલ હતી.
જે અનુસંધાને આણંદ મુખ્ય મથક નાયબ પોલીસ અધિક્ષક જે જે ચૌધરી નાઓના માર્ગદશન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પો. ઇન્સ. સી.પી.ચૌધરી નાઓએ ભાઇકાકા યુનિવર્સીટી કરમસદ પ્રમુખસ્વામી મેડીકલ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જે. જે. ચૌધરી,નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક આણંદ, તથા નાયબ પોલીસ અધિક્ષક વિશ્વા શાહ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PSI H. D. પુરોહીત તથા ASI મુસ્તકીમ મલેક તથા સાયબર પ્રમોટર વિરેન જોષી દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. , તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલીક હેલ્પ લાઇન નંબર 1930 ડાયલ કરી ફરીયાદ કરવા વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં ભાઇકાકા યુનિવર્સીટી કરમસદ પ્રમુખસ્વામી મેડીકલ કોલેજના 200 વિધાર્થીઓ તથા મેડીકલ કોલેજ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.