Home અમદાવાદ અમદાવાદમાં 13 વર્ષીય સગીરા થઈ ગઈ પ્રેગ્નન્ટ!

અમદાવાદમાં 13 વર્ષીય સગીરા થઈ ગઈ પ્રેગ્નન્ટ!

275
0

અમદાવાદ: અમદાવાદમાં મહિલાઓની સાથે નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી તેવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. વટવામાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવવાર યુવકની પોલીસે ધરપકડ કરી હતી. આ યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું. સગીરાને પેટમાં દુખાવો થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. શખ્સે 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

ઘટના એવી છે કે વટવામાં રહેતા શ્રમજીવી પરિવારની 13 વર્ષની દીકરીને અચાનક પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. સગીરાને સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં 8 માસનું ગર્ભ હોવાનું ખુલ્યું હતું. જેથી સગીરા સાથે દુષ્કર્મ થઈ હોવાની વાત સામે આવતા સમગ્ર મામલો વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી અને સગીરા વટવા વિસ્તારમાં રહે છે. મજુરી કામ દરમ્યાન એક વર્ષ પહેલાં બન્ને એકબીજાના પરિચય માં આવ્યા હતા. આરોપી સગીરા કરતા 10 વર્ષ મોટો છે. અને તેને સગીરાને પ્રેમજાળમાં ફસાવીને મળવાના બહાને બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મળતી માહિતી અનુસાર સગીરાને માટી ખાવાની ટેવ હતી. જેથી પેટ ફુલતા તેને માટીની ગાંઠ હોવાની શંકા હતી. પરંતુ અચાનક પેટમાં દુખાવો વધી જતાં સગીરાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને ત્યારે સગીરા 8 માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતુ. સગીરાની પૂછપરછ કરતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતા જ વટવા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને મેડીકલ તપાસ કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here