પાટણ : 22 ફેબ્રુઆરી
પાટણના ગાંધી સ્મૃતિ હોલ ખાતે શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય અને ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાચીન પાટણ નગરની અસ્મિતા અને ગુજરાતના સાંસ્ક્રુતિક સાહિત્ય વારસાને ઉજાગર કરવા ‘ ચાલો વાગોળીયે આપણી સંસ્કૃતિ’ વિષય પર કવિ સંમેલન યોજાયું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કવિ સંમેલન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓના વાંચન માટે આવતા વિદ્યાર્થીઓને પુસ્તકોની ભેટ આપનાર દાતાઓ દ્વારા અપાયેલ વિવિધ પુસ્તકોનું મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલે જણાવ્યું હતુ કે પાટણમાં પ્રથમ વાર અયોજીય કરાયેલ કવિ સંમેલન બદલ લાયબ્રેરીના પ્રમુખ તેમજ ઉપસ્થિત શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ ગુજરાતના નામાંકિત કવિઓ દ્વારા વિવિધ કવિતાઓનું શ્રોતાગણોને રસપાન કરાવવામાં આવ્યું હતું
આ કાર્યક્રમને સફળતા અપાવવા માટે લાયબ્રેરીના પ્રમુખ ડો શૈલેષભાઈ સોમપુરા,રાજેશભાઈ પરીખ,ડો જ્યેન્દ્રસિંહ જાદવ, સહિતના મહેમાનો તેમજ શ્રોતાગણો ઉપસ્થિત રહ્યા હતા.